ખબર જીવનશૈલી

શું તમે જાણો છો કેટલી પોકેટમની મળતી હતી મુકેશ અંબાણીના બાળકોને બાળપણમાં…

અબજોપતિ મુકેશ અંબાણીના બાળકોને સ્કૂલ વખતે મળતી હતી આટલી પૉકેટમની!

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હંમેશા પોતાના શાહી જીવન અને બિઝનેસને લઈને ચર્ચામાં રહે છે. નીતા અંબાણી પણ આઈપીએલ અને સામાજિક કાર્યો કરીને ચર્ચામાં છે. પરંતુ તેમના બાળકો લાઇમલાઇટથી દૂર રહે છે. મોટે ભાગે તે ક્રિકેટના મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સનું સમર્થન કરતા જોવા મળે છે. ત્યારે આજે વાત કરીએ અંબાણીના બાળકો વિશે, શું તમે જાણો છો મુકેશ અંબાણીના બાળકો (અનંત, આકાશ અને ઈશા) ની પોકેટ મની વિશે. જ્યારે તે સ્કૂલમાં ભણતા હતા, ત્યારે તેમને કેટલી પોકેટમની મળતી હતી એ અંગે ઘણા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું.

Image Source

મુકેશ અને નીતા અંબાણી પોતાનાં ત્રણેય બાળકો અનંત, આકાશ અને ઇશાના ઉછેર અને સંસ્કારોમાં દરેક વાતનું ધ્યાન રાખે છે જે તેઓને એક સારા વ્યક્તિ બનવા માટે પ્રેરિત કરે છે. જો કે નીતા દેશનાં બધાથી અમીર વ્યક્તિની પત્ની છે છતાં પણ તે આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખે છે કે તેમના બાળકો પર દોલત કે ધનનું અભિમાન ક્યારેય પણ ના આવે.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણી તેમના બાળકોનો એક કિસ્સો સંભળાવી રહયા હતા. જ્યાં તેમણે પોતાના બાળકોના પોકેટમનીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું- ‘જ્યારે મારા બાળકો શાળાએ જતા હતા, ત્યારે હું તેમને દર શુક્રવારે 5 રૂપિયા આપતી હતી. જેના દ્વારા તેઓ શાળાની કેન્ટીનમાં ખાવાનું ખાતા હતા. એક સમયની વાત છે જયારે મારો પુત્ર અનંત દોડીને મારી પાસે આવ્યો અને કહ્યું કે તેને 10 રૂપિયા જોઈએ છે. જ્યારે મેં સવાલ પૂછ્યો શા માટે, ત્યારે તેણે કહ્યું – શાળાના મિત્રો મારી મજાક ઉડાવે છે. કહે છે કે ફક્ત 5 રૂપિયા લાવે છે. તું અંબાણી છે કે ભિખારી.’

Image Source

આગળ નીતા અંબાણી જણાવે છે કે આ સાંભળીને મને ખરાબ ન લાગ્યું, કારણ કે મુકેશ અંબાણીએ તેમના પિતા પાસેથી પૈસા બચાવવાની કળા શીખી છે. જેનાથી તેઓ સફળ થયા અને તેઓ ઈચ્છે છે કે તેમના બાળકો પણ આ કળા શીખે. તેથી, નીતાએ બાળકોને ઓછામાં વધુનો પાઠ શીખવ્યો. નીતાએ એમ પણ કહ્યું- ‘હું મારા બાળકોને સામાન્ય બાળકોની જેમ રાખવા માંગતી હતી. તેથી મેં તેમને ક્યારેય અમીર હોવાનો અહેસાસ ન કરાવ્યો.’ નીતા પોતાના બાળકો અનંત, આકાશ અને ઇશાને લક્ઝરી કારનાં બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સ્કુલ મોકલતી હતી. જેને લીધે તેઓ એક સામાન્ય વ્યક્તિનાં જીવનમાં આવતી પરેશાનીઓને સમજી શકે.

Image Source

એક અહેવાલ અનુસાર, ધીરુભાઈ અંબાણીને તેમની પૌત્રી ઈશા અંબાણી ખૂબ જ વ્હાલી હતી. તેમના દિવસની શરૂઆત તેઓ ઇશાનો ફોટો જોઈને કરતાં હતા. ધીરુભાઈ સવારના ચા નાસ્તા પહેલા જ ઇશાનો ફોટો જોતાં હતા. ધીરુભાઈ અંબાનીનું નિધન 6 જૂલાઈ 2002ના રોજ થયું હતું, ત્યારે ઈશા માત્ર 11 વર્ષની હતી. ઇશાનો જન્મ વર્ષ 1991માં થયો છે. ઈશા અંબાણી રિલાયન્સ જીઓ અને રીલાયન્સ રિટેલની સદસ્ય છે. અને તેને યુવા સંસ્કૃતિને જીવંત કરવાનો શ્રેય જાય છે.

Image Source

ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે થયા છે. આનંદ પિરામલ અજય પિરામલના પુત્ર છે. જે પિરામલ એન્ટરપ્રાઇઝના પ્રમુખ છે. જયારે તેના જોડિયા ભાઈ આકાશના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા છે.