PNB મહિલા મેનેજરના આઘાતમાં મોટો ખુલાસો, લાશ પાસેથી એવું મળ્યું કે પતિ સાહિદ અલીની હાલત ખરાબ થઇ ગઈ

હું બધું છોડીને જાઉં છું…હું દુઃખી છું દીકરી કે હું તને….ખુબસુરત મેનેજર યુવતીની લાશ પાસેથી એવું એવું મળ્યું કે….

જયપુરનો પંજાબ નેશનલ બેંકની માર્કેટિંગ મેનેજર સુરભી કુમાવતનો આપઘાત કેસ હાલ ઘણો ચર્ચામાં છે. સુરભીએ તેના ઘરે જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના 1 ઓક્ટોબર એટલે કે શનિવારે મધરાત બાદ બની હતી. 2 ઓક્ટોબરના રોજ સવારે જ્યારે સુરભીના પતિએ તેની પત્નીની લાશને સીલિંગ ફેન સાથે લટકતી જોઈ તો તેણે તરત જ તેને છરી વડે ફાંસો કાપીને નીચે ઉતાર્યો હતો. પોલિસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે સુરભીની લાશ બેડ પર પડેલી હોવાનું લાગ્યુ હતુ.

પોલીસ આવે તે પહેલા પતિ શાહિદે સુરભીની લાશને નીચે ઉતારી હતી. મૃતકના પતિ શાહિદે પોલીસને જણાવ્યું કે શનિવારે સાંજે તે તેની પત્ની અને દીકરી સાથે સોસાયટીના એક કાર્યક્રમમાં ગયો હતો. ત્યાં સુધી તો બધું બરાબર હતું. તે રાત્રે 9 વાગ્યે પત્ની અને દીકરી સાથે રૂમમાં સુઈ ગયો હતો. ત્યારે સવારે 6 વાગ્યે આંખ ખૂલી તો સુરભી રૂમમાં નહોતી. તેણે બીજા રૂમમાં જઈને જોયું તો સુરભીનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો.જે બાદ તેણે પોલિસને આ ઘટનાની જાણ કરી

જો કે, તેણે પોલિસ આવે એ પહેલા જ સુરભીની લાશને નીચે ઉતારી દીધી હતી.મૃતદેહની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી બાદ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લાશને મોકલી આપી હતી. જ્યારે ત્યાં સુધી એફએસએલની ટીમ ત્યાં પહોંચી ન હતી. પીએમ બાદ મૃતદેહ માતાને સોંપવામાં આવ્યો હતો. સુરભી કુમાવતે વર્ષ 2016માં શાહિદ સાથે લવ મેરેજ કર્યા હતા. તેણે સુસાઈડ નોટમાં મોત માટે પતિ શાહિદને જવાબદાર ગણાવ્યો છે.

સુરભી PNB બેંકમાં માર્કેટિંગ મેનેજર હતી. પરંતુ તેનો પતિ શાહિદ છ પાસ છે અને બેરોજગાર છે. શાહિદનો દાવો છે કે તે 14 વર્ષથી પ્રેમમાં હતા. જ્યારે સુરભી ઇંગ્લિશ સ્પીકિંગના કોચિંગમાં જતી ત્યારે શાહિદ ફિલ્ટર વોટર સપ્લાયનું કામ કરતો હતો. 2016માં સુરભીને બેંકમાં નોકરી મળી. જે બાદ સુરભી અને શાહિદે લવ મેરેજ કર્યા હતા. પતિ શાહિદનું કહેવું છે કે એક કાર્યક્રમમાંથી પરત ફર્યા બાદ શનિવારે રાત્રે સુરભી અને પાંચ વર્ષની પુત્રી સાથે ઘરે આવ્યો હતો.

જે બાદ ત્રણેય રૂમમાં સુઈ ગયા હતા. પરંતુ રવિવારે સવારે ફ્લેટના અન્ય રૂમમાં સુરભીની લાશ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. સુરભીએ કેટલાક દિવસ પહેલા જ શોરૂમમાં જઇ પોતાના માટે બુલેટ પસંદ કર્યુ હતુ. તેની પાસે કાર હતી અને તેના પતિ પાસે મોંઘી બાઇક… સુરભીનું ઇન્સ્ટા એકાઉન્ટ જોતા લાગી રહ્યુ છે કે તે ઘણા બિદાંસ હતી અને તેને તસવીરોનો ઘણો શોખ પણ હતો.

Shah Jina