PM મોદીએ એવી સ્કીમ લોન્ચ કરી કે કરોડો લોકોને મફતમાં મળશે ફ્રી ગેસ સિલિન્ડર- જાણો વિગત

મોદી સરકાર દ્વારા ગરીબો માટે અલગ અલગ યોજનાઓ લોન્ચ કરવામાં આવતી હોય છે ત્યારે આજહેં મંગળવારના રોજ પ્રધાનમંત્રી મોદી દ્વારા ઉજ્જ્વલા યોજનાનું બીજું ચરણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યુપીના સીએમ યોગી આદિત્ય નાથ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ આ અવસર પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો.

અગાઉ 1/05/2016 ના રોજ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાથી ઉજ્જ્વલા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી.  આ યોજના 5 લાખ ગરીબ પરિવારની મહિલાઓને ગેસ કનેક્શન આપવાના લક્ષ સાથે શરૂ કરવામાં આવી હતી. નાણાં મંત્રી નિર્મલા સિતારમણ આ યોજના થકી એક કરોડ એલપીજી કનેકશન માટે ફંડ આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.

પહેલા ચરણમાં આ સુવિધાથી વંચિત રહી જનારા લોકોને બીજા ચરણમાં મફતમાં એલપીજી કનેક્શન આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવ્યું હતુંકે, આ યોજનાના રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ખૂબ જ ઓછા દસ્તાવેજોની જરૂર પડશે અને તેમાં પ્રવાસીઓ માટે રાશન કાર્ડ કે નિવાસ પ્રમાણ પત્ર આપવું ફરજિયાત નહીં રહે.

આ યોજનામાં આટલું હશે તો જ થઈ શકે છે અપ્લાય

  •  18 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ
  • BPL પરિવારની મહિલા હોવી જોઈએ
  • ફક્ત સ્ત્રીઓએ કરવાનું રહેશે અપ્લાય
  • રેશન કાર્ડ અને BPL કાર્ડ હોવું જોઈએ
  • પરિવારના કોઈ અન્ય સદસ્યના નામે LPG કનેક્શન ન હોવું જોઈએ
Niraj Patel