ખબર

ગુજરાત બાદ પશ્ચિમ બંગાળ અને ઓડિશાને પણ મળ્યું અધધધ કરોડનું પેકેજ, હવાઈ નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી મોદીએ કરી જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત “યાસ”થી ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં થયેલા નુકશાનનું હવાઈ નિરીક્ષણ કર્યું. જેના બાદ તેમને રાહત પેકેજની પણ જાહેરાત કરી. પ્રધાનમંત્રી કાર્યાલય પ્રમાણે ઑડિશાને તત્કાલ પ્રભાવથી 500 કરોડ રૂપિયા અને પશ્ચિમ બંગાળ અને ઝારખંડને મળીને નુકશાનના હિસાબથી 500 કરોડ રૂપિયા આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા કહેવામા આવ્યું છે કે નુકશાનનું આકલન કરવા માટે કેન્દ્રીય ટીમ રાજ્યોની વિઝીટ કરશે. આકલનના આધાર ઉપર આગળની સહાયતા આપવામાં આવશે. પીએમ દ્વારા ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર આ કઠિન સમયમાં રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે.

આ ઉપરાંત પીએમ મોદીએ વાવાઝોડાથી જીવ ગુમાવવા વાળા પરિવારોને 2-2 લાખ રૂપિયા અને ગંભીર રૂપે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.પીએમ મોદી દિલ્હી જતા પહેલા ભુવનેશ્વરમાં ગયા અને ત્યાં તેમને સમીક્ષા બેઠક કરી.