ખબર

મોદી સરકારની આ સ્કીમ અંતર્ગત મફતમાં ખુલે છે બેંક ખાતું, 2 લાખના વીમા સાથે મળે છે આ મફત સર્વિસ

મોદી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવી છે જેમાંથી એક છે જનધન યોજના. આ યોજના અંતર્ગત 40 કરોડથી પણ વધારે બેંક ખાતા ખુલી ચુક્યા છે. મોદી સરકાર દ્વારા 6 વર્ષ પહેલા આ યોજનાની શરૂઆત કરી હતી. આંકડા પ્રમાણે જોઈએ તો આ યોજનાની સંખ્યા 40.5 કરોડ સુધી પહોંચી ગઈ છે અને આ બેંક ખાતાઓની અંદર 1.30 લાખ કરોડ રૂપિયાથી પણ વધારેની રકમ જમા છે.

Image Source

વિત્તીય સેવા વિભાગ દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે “વિત્તીય સમાવેશનથી જોડાયેલી વિશ્વની સૌથી મોટી યોજના PMJDYની અંતર્ગત એક વધુ ઉપલબ્ધી હાંસિલ થઇ છે.  આ સ્કીમ અંતર્ગત ખોલવામાં આવેલા ખાતાની સંખ્યા 40 કરોડને પાર પહોંચી ગઈ છે.

Image Source

PMJDYની છઠ્ઠી વર્ષગાંઠના પહેલા આ ઉપલબ્ધી હાંસલ થઇ છે. આ સ્કીમ 28 ઓગસ્ટ 2014ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. તેનું લક્ષ દેશના દરેક વ્યક્તિને બેન્કિંગ સુવિધાઓ સુધી પહોંચવાનું હતું.

PMJDY સ્કીમ અંતર્ગત બેઝિક સેવિંગ બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે. આ એકાઉન્ટમાં ખાતાધારકને રૂપે ડીબીટી કાર્ડ અને ઓવર ડ્રાફ્ટની સુવિધા મળે છે. આ એકાઉન્ટમાં તમારે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની પણ જરૂર નથી રહેતી.

આ સ્કીમની સફળતાને જોતા સરકારે આ યોજના અંતર્ગત ખાતાધારકોને મળવા વાળા એક લાખ રૂપિયાના દુર્ઘટના વીમાને વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. 28 ઓગસ્ટ. 2018 પછી ખોલવામાં આવેલા ખાતા માટે આ દુર્ઘટના વીમા રાશિમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓવર ડ્રાફ્ટની સીમાને પણ બમણી કરતા 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે.

Image Source

આ યોજનાની અંદર લાભાર્થીઓમાં અડધી ભાગીદારી મહીલોઓની છે. સરકારે પ્રધાનમંત્રી જનકલ્યાણ યોજના અંતર્ગત હાલમાં જ મહિલા ખાતાધારકોના ખાતામાં ત્રણ તબક્કામાં 1500 રૂપિયાની રાશિ મોકલી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.