ખબર

કોવિડ 19 વિરુદ્ધની જંગમાં PM મોદીએ આખા દેશને આપ્યા સારા સમાચાર

કોરોના મહામારીમાં ભારતમાં કુલ પોઝિટિવ દર્દીનો આંકડો 3,44,594 થઇ ગયો છે, જેમાં 1,80,934 એક્ટિવ કેસ છે. આજે PM મોદી આજે પંજાબ, ચંદીગઢ સહિત પહાડી સ્ટેટ્સ સાથે બેઠક કરશે. આજે તે રાજ્યો સાથે બેઠક થઇ રહી છે, જ્યાં કોરોના કેસ ઓછા છે. આવતીકાલે તે રાજ્યો સાથે બેઠક થશે, જ્યાં કોવિડ સંક્રમણ સૌથી વધુ છે. આની પેહલા PM મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે સારા સમાચાર આપતા કહ્યું કે, કોરોના વિરુદ્ધની જંગમાં અન્ય દેશો કરતા ભારત સારું કરી રહ્યું છે.

Image Source

PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણા દેશમાં કોરોનાનો પ્રભાવ ઓછો છે અને ભારતમાં લેવાયેલા પગલાના આખી દુનિયામાં વખાણ થઇ રહ્યા છે, બીજા દેશની સરખામણીએ ભારતમાં કોરોનાથી ઓછા મૃત્યું થયાં છે. કોરોનાથી કોઇનું પણ મૃત્યુ દુઃખદ.

PM એ કહ્યું કે આપણી વસ્તીની સરખામણીએ વિશ્વના અન્ય દેશો જેટલો વિનાશ કોરોના ભારતમાં કરી શકયો નથી. ફ્યુચરમાં જ્યારે કોવિડ મહામારી સામેની લડાઈનો અભ્યાસ કરવામાં આવશે, ત્યારે આપણા દેશે જે સાથે મળીને કામ કર્યું છે તેને પણ યાદ કરવામાં આવશે. કો-ઓપરેટિવ ફેડરલિઝમનું સૌથી સારું ઉદાહરણ રજૂ કરવામાં આવશે.

દરેક ભારતીઓએ માસ્ક પર ખૂબ ભાર આપવો જોઈએ. માસ્ક પહેર્યા વગર ઘરેથી બહાર નીકળવાની કલ્પના કરવી પણ યોગ્ય નથી. આ મેટર જેટલી પોતાના માટે હાનિકારક છે તેટલી જ આસપાસના લોકો માટે પણ છે. આ કારણે બે ગજનું અંતર જાળવવું, હાથ ધોવાની વાત હોય કે સેનેટાઈઝશનની વાત આ બધામાં ગંભીરતા દાખવવી જોઈએ. ખાસ કરીને બાળકો અને વૃદ્ધ લોકોની સુરક્ષા માટે આ તકેદારીઓ રાખવી ખૂબ જરૂરી છે.

આગળના દિવસોમાં આપણી ઈકોનોમી વધશે. ખરીફ પાકનું વાવેતર આ વર્ષે 12-13 ટકા વધુ થયું છે.

આજે ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા ટેંશન વચ્ચે લદાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચાઈનાના સૈનિકો વચ્ચે સોમવારે મોડી રાતે હિંસક ઝડપ થઈ જેમાં આપણી સેનાના એક ઓફિસર અને 2 જવાન શહીદ થયાં. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એક હાઈ લેવલની બેઠક બોલાવાઇ હતી. આ બેઠકમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહની સાથે સેનાની ત્રણેય પાંખના વડા હાજર હતાં. આ ઉપરાંત CDS જનરલ બિપિન રાવત અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં હાજર હતાં.

Image Source

પ્રાપ્ત વિગત મુજબ ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહની સેનાની ત્રણેય પાંખના વડા અને CDS જનરલ બિપિન રાવત અને વિદેશ મંત્રી સાથેની આ બેઠક સવારે 7:30 વાગ્યાથી જ શરૂ થઈ ગઈ હતી. બેઠકમાં ચીન સરહદે ઘટેલી ઘટનાની સંપૂર્ણ જાણકારી સંરક્ષણ મંત્રીને આપવામાં આવી હતી. આ બેઠક પછી રાજનાથ સિંહ થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લદાખની ઘટના અંગે સંપૂર્ણ જાણકારી આપી દીધી છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.