LPG ગેસ અને સગડી બંને મળી રહ્યા છે ફ્રીમાં, બસ કરવાનું રહેશે આટલુ જ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગસ્ટમાં ઉજ્જવલા ગેસ યોજના 2.0ની શરૂઆત કરી ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાથી કરી હતી. પીએમ ઉજ્જવલા યોજનાના નવા વર્ઝન અંતર્ગત મળનાર ફાયદા પણ જણાવ્યા હતા. પરંતુ જાગરૂકતાના અભાવને કારણે લોકોને ઉજ્જવલા યોજના 2.0 અંતર્ગત મળનાર લાભ ખબર ન હતી. તો આવો જાણી લઇએ કે આ યોજના અંતર્ગત કયા લાભ મળશે અને એના માટે શુ કરવાનું રહેશે. આ યોજના અંતર્ગત લોકોને ફ્રી ગેસ કનેક્શન આપવા સાથે સાથે ભરેલ ગેસ સિલિન્ડર અને ચૂલો એટલે કે સગડી પણ આપવામાં આવી રહી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ માટે તમારે કેટલીક શરતો પૂરી કરવાની રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં પીએમ ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. તેમાં ગરીબી રેખાની નીચે જીવન નિર્વાહ કરતા દેશવાસીઓને ફ્રી ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવું કારણ કે તેઓ ધુમાડાથી મુક્તિ મેળવી શકે. પરંતુ હવે આ યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર અને સગડી પણ આપવામાં આવી રહી છે. આના માટે સૌથી પહેલા તો આવેદન કરવુ પડશે.

તેના માટે સૌથી પહેલા pmuy.gov.in વેબસાઇટ પર જવાનું રહેશે અને પછી Apply For New Ujjwala 2.0 Connection પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમને ઇંડેન, ભારત પેટ્રોલિયમ અને એચપી ગેસ કંપનીના વિકલ્પ દેખાશે તેમાં તમારે કોઇ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તે બાદ બધી જાણકારી ભરી, ડોક્યુમેન્ટ્સ વેરિફાઇ થયા બાદ તમારા નામ પર એલપીજી ગેસ કનેક્શન જારી થઇ જશે.

જણાવી દઇએ કે, બીજા ચરણમાં LPG કનેક્શન ઉપરાંત પહેલા સિલિન્ડરની રીફિલિંગ પણ ફ્રી થશે. આ યોજનાનો લાભ લેવા માટે જે આવેદન કરનારી મહિલા છે તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ. તેમના પાસે  BPL કાર્ડ સબ્સિડી મેળવવા બેંકમાં સેવિંગ ખાતુ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો હોવો જરૂરી છે. પરિવારમાં પહેલાથી કોઇના નામે LPG કનેક્શન ન હોવું જોઇએ.

Shah Jina