ઢોલીવુડ

મહેશ-નરેશની અણધારી વિદાઈથી ભાવુક થયા વડાપ્રધાન મોદી, શ્રદ્ધાંજલિ આપતા એક ખાસ ફોટો શેર કર્યો, જુઓ

ગુજરાત ફિલ્મી જગતમાં આજે ક્યારે પણ ના પુરી ના શકાય એવી ખોટ પડી છે. છેલ્લા 3 દિવસમાં 2 દિગ્ગજ લોકોને ગુમાવ્યા છે. 25 ઓક્ટોબરે પાટણના પૂર્વ સાંસદ અને સંગીતકાર મહેશ કનોડિયાના નિધનના 2 દિવસ બાદ એટલે કે 27 ઓક્ટોબરે ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાએ આ ફાની દુનિયાને અલવિદા કહી છે.

Image source

ગુજરાતી ફિલ્મ જગતમાં મહેશ- નરેશના નામથી જોડી જાણીતી હતી. બંને ભાઈઓના જન્મ વચ્ચે 6 પરંતુ નિધનમાં ફક્ત 2 દિવસનું અંતર છે.

Image source

મહેશ કનોડિયાનો જન્મ કનોડા ગામમાં 27 જાન્યુઆરી 1937ના રોજ થયો હતો, જ્યારે તેમનું મૃત્યુ 83 વર્ષની વયે 25 ઓક્ટોબરના દિવસે લાંબી માંદગી બાદ થયું હતું. નાના ભાઈ નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ થયો હતો. તેમનો 20 ઓક્ટોબરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે 7 દિવસની સારવાર બાદ તેમનું 77 વર્ષની વયે 27 ઓક્ટોબર 2020ના રોજ નિધન થયું છે.

Image source

પીએમ મોદીએ ટ્વિટ કરીને નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.ટ્વીટમાં જણાવ્યું કે, ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું. મનોરંજન તથા સમાજસેવાના ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના…ઓમ શાંતિ !!

અન્ય એક ટ્વીટમાં પીએમ મોદીએ મહેશ અને નરેશ કનોડિયા સાથે તેમની એક તસ્વીર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, “બે દિવસમાં આપણે મહેશભાઈ અને નરેશભાઈને ગુમાવ્યા છે. ગુજરાતી ગીત, સંગીત અને થિયેટર ક્ષેત્રમાં તેઓનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમણે સમાજ અને દલિતાનો ઉત્થાન માટે ખૂબ સારું કામ કર્યું છે.”