ખબર

લોકડાઉનમાં પહેલીવાર વડાપ્રધાન મોદી 83 દિવસ પછી બહાર નીકળ્યા, જાણો

છેલ્લા 57 દિવસથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દેશવ્યાપી લોકડાઉન લાગુ થયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્લીની બહાર જશે.

Image source

અમ્ફાન વાવાઝોડાના લીધે પશ્ચિમ બંગાળમાં ચારેકોર વિનાશ નોતર્યાની આકરણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની મુલાકાત કરશે. ગુરુવારે  મુખ્યમંત્રી મમતા બેનર્જીની પીએમ મોદીને બંગાળ આવીને બર્બાદી જોવાનો પડકાર ફેંકયો હતો. પીએમ મોદી સવારે 10.30 વાગ્યે કોલકત્તા એરપોર્ટ પહોંચશે. આ બાદ પીએમ મોદી અને મમતા બેનર્જી કોલકત્તા સહિત ઉત્તર અને દક્ષિણ પરગનાના પ્રભાવિત ક્ષેત્રોનું હવાઇ પરિક્ષણ કરશે.

પશ્ચિમ બંગાળમાં અમ્ફાન તોફાનને કારણે અત્યાર સુધી 72 લોકોના મોત થઇ ચૂકયા છે.વાવાઝોડાના કારણે કોલકત્તામાં 19 લોકોના મોત થઇ ચૂકયા છે.
ત્યારબાદ પીએમઓ કાર્યાલયે ટ્વીટ કરીને માહિતી આપીને કે વડાપ્રધાન આજે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે.

ગુરૂવારના રોજ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પશ્ચિમ બંગાળ આવીને તબાહી જોવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત થઇ ચૂકયા છે. મેં આજ સુધી આવી તબાહી જોઇ નથી. હું વડાપ્રધાનને અપીલ કરીશ કે તેઓ બંગાળ આવી અહીંની સ્થિતિ જુએ. આ સાથે જ જે લોકોના મોત થયા છે તેમના પરિવારને 2.5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

Image source

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી કોલકાતા જવા રવાના થઈ ગયા છે. તેઓ બંગાળ-ઓરિસ્સામાં એરિયલ સર્વે કરીને નુકસાનની માહિતી મેળવશે. તેઓ 83 દિવસ પછી દિલ્હીની બહાર નીકળ્યા છે. આ પહેલાં તેઓ 29 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ અને ચિત્રકૂટની મુલાકાતે ગયા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.