મોતનાં બારણેથી બ્રિટનના વડાપ્રધાનને પાછા લાવનાર ડોક્ટરોને બદલામાં આ ઇનામ મળ્યું! વાંચો

0

કોરોના વાઇરસનું સંક્રમણ દુનિયામાં વિસ્તરી રહ્યું છે. ચારેક મહિના જૂના વાઇરસે જગત આખાને ઘરમાં બંધ કરી દીધું છે! કોરોનાની લપેટમાં સામાન્ય માણસો તો ઠીક, દુનિયાના પ્રતિષ્ઠિત રાજનેતાઓ પણ આવી ચૂક્યા છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસનને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તેમની હાલત ગંભીર બની ગઈ હતી.

Image Source

‘મોતનાં એલાનની તૈયારીઓ થઈ ચૂકી હતી!’:
બ્રિટનના ૫૫ વર્ષીય વડાપ્રધાન બોરિસ જોનસનની તબિયત લથડી એટલે તેમને ૫ એપ્રિલના રોજ લંડનની સેન્ટ થોમસ અસ્પતાલમાં દાખલ કરાયા હતા. માત્ર થોડા જ દિવસમાં તેમની તબિયતે જવાબ દઈ દીધો હતો! એક બ્રિટિશ અખબાર સાથે મન ખોલીને વાત કરતા બોરિસ જોનસને જણાવ્યું હતું કે,

એમની તબિયત અત્યંત ગંભીર થઈ ગઈ હતી. હોસ્પિટલમાં મને અનેક લીટર ઓક્સિજન આપવામાં આવ્યો. મને ખુદને નહોતું સમજાતું કે માત્ર થોડા જ દિવસમાં મારી તબિયત આટલી બધી કેમ બગડી ગઈ?

જોનસન વધુમાં જણાવે છે, કે મારી સ્થિતી ગંભીર હતી અને જો ન થવાનું થાય તો ડોક્ટરોએ એની જાહેરાત કરવાની તૈયારી પણ કરી દીધી હતી! હોસ્પિટલના મશીનમાં દેખાઈ રહેલું મોનિટર લગાતાર ઊંધી દિશામાં જતું હતું. એ પળે બોરિસને લાગવા માંડેલું કે, આ રોગનો કોઈ ઇલાજ નથી!

પણ એવું કંઈ ના થયું!:
જો કે, થોડા દિવસો વેન્ટિલેટર પર રહ્યા બાદ આખરે બોરિસ જોનસનની તબિયતમાં સુધારો આવ્યો અને ધીમેધીમે તેઓ સાજા થયા. હાલ તેઓ કામ પર પણ પાછા ફરી ચૂક્યા છે. હોસ્પિટલમાં તેમની રાતદિવસ ખડેપગે સારવાર કરનાર ડોક્ટરોનો આભાર માનવાનું તેઓ ના ભૂલ્યા. બોરિસે મેડિકલ ટીમનો આભાર માનવા માટે એક અનોખું પગલું ભર્યું.

Image Source

દીકરાનું નામ ડોક્ટરો પરથી પાડ્યું!:
કોરોનામાંથી બહાર આવેલ બોરિસ માટે ખુશખબરી એ પણ હતી કે તેમની પત્ની કૈરી સાયમન્ડે પુત્રને જન્મ આપ્યો. જો કે, વડાપ્રધાન જોનસનની અંગત લાઇફ ઘણી વિવાદસ્પદ રહી છે. નવા જન્મેલા પુત્રનું નામ આ બંને દંપતિએ હોસ્પિટલના બે ડોક્ટરો અને તેમના દાદાનાં નામનો સમન્વય કરીને પાડ્યું. નામ રાખ્યું : વિલ્ફ્રેડ લોરી નિકોલસ જોનસન!

આમ, ડોક્ટરોના નામ પરથી દીકરાનું નામ પાડીને બંને દંપતિએ તેમનો અહેસાન ચૂકવવાનો પ્રયત્ન કર્યો. ઉલ્લેખનીય છે, કે હાલ ઇંગ્લેન્ડમાં કોરોના વાઇરસનાં સંક્રમણનો આંકડો ૧ લાખ ૮૨ હજારથી વધારે છે.

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.