ખબર

નવું ઇન્ડિયા:PM મોદીએ US પ્રેસિડેન્ટ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી, જુઓ

બાઇડને શપથ લીધા અને 19 દિવસ પછી બન્ને દિગ્ગજ નેતા વચ્ચે વાતચીત થઈ- જાણો વિગત

અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન પર વાતચીત કરી છે. બાઇડેનનો રાષ્ટ્રપતિ પદનું કામકાજ સંભાળ્યા બાદ તેઓ વચ્ચે પહેલીવાર વાત થઇ છે. પીએમ મોદીએ જો બાઇડેનને શુભકામના પાઠવી. આ દરમિયાન બંને દેશોની શાંતિ અને સુરક્ષાને લઇને વાતચીત થઇ.

Image source

પીએમ મોદીએ વાતચીત દરમિયાન કહ્યુ કે, ભારત અને અમેરિકાના જળવાયુ પરિવર્તન મુદ્દે આગળ સહયોગ વધારવાની અને કામ કરવા પર સહમત થયા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, તે અને જો બાઇડેન સામરિક સહયોગ બનાવવા પર સંમત થયા છે.

Image source

જો બાઇડેન સાથે કયા વિષય પર વાત થઇ તેની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર લખ્યુ કે, જો બાઇડેન સાથે વાત કરી અને તેમને સફળતા માટે શુભકામના પાઠવી. અમે સ્થાનિક મુદ્દા તથા પરસ્પર સહયોગ માટે વાત કરી. અમે ક્લાઇમેન્ટ ચેન્જ સામે સહયોગને આગળ વધારવા પર પણ સહમત છીએ.