ખબર

વડાપ્રધાન મોદીને મળ્યો નવો મિત્ર; ઈન્ટરનેટ પર મચાવી દીધી છે ધમાલ – જુઓ બધી તસ્વીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયામાં ચર્ચાઓમાં જ રહેતા હોય છે. તેઓ પોતે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. ત્યારે હાલ વડાપ્રધાન મોદીએ એક તસ્વીર શેર કરી છે, જેમાં તેઓ એક નાના બાળક સાથે જોવા મળી રહયા છે. આ તસ્વીર પીએમ મોદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

ઇન્સ્ટાગ્રામ પર આ તસ્વીરને શેર કરતા પીએમ મોદીએ લખ્યું છે કે આજે સંસદમાં એક ખૂબ જ ખાસ દોસ્ત તેમની મુકત કરવા માટે આવ્યો. આ તસ્વીરમાં વડાપ્રધાન મોદી એક નાના બાળક સાથે મસ્તીના મૂડમાં દેખાઈ રહયા છે. સાથે જ તેમના ટેબલ પર ચોકલેટ પડેલી પણ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A very special friend came to meet me in Parliament today.

A post shared by Narendra Modi (@narendramodi) on

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. એક તસ્વીરમાં તેઓ બાળકને રમાડતા દેખાઈ રહયા છે, તો બીજી તસ્વીરમાં આ બાળક તેમના ખોળામાં બેસેલું છે અને તેમના ટેબલ પર રાખેલી ચોકલેટને જોઈને ખુશ થતું દેખાઈ રહ્યું છે.

જાણકારી અનુસાર, આ બાળક રાજ્યસભા સાંસદ સત્યનારાયણ જટિયાનો પૌત્ર છે.

અહીં નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે જયારે વડાપધાન મોદીએ નાના બાળકો સાથેની તસ્વીર શેર કરી હોય. તેમના વિદેશ પ્રવાસ દરમ્યાન પણ તેઓ ઘણીવાર નાના બાળકો સાથે રમતા દેખાયા છે. દેશમાં ઘણા મોટા આયોજનોમાં પણ તેઓ સુરક્ષા ઘેરને તોડીને પોતાના નાના પ્રશંસકો પાસે પહોંચી જતા હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks