દેશની સેવા કરવા 18 – 18 કલાક કામ કરે છે PM મોદી…જન્મદિવસ પર જુઓ સ્પેશિયલ સ્ટોરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર 2019ના રોજ પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના કાળ દરમિયાન એક પણ દિવસ બીમાર પડ્યા નથી. સામાન્ય રીતે આ ઉંમરે નેતાઓનો એક પગ હોસ્પિટલોમાં રહે છે, જયારે મોદીજી એટલી જ સ્ફૂર્તિ સાથે પોતાની ફરજો નિભાવે છે.

સતત વિદેશ યાત્રા અને રેલીઓ કરવા છતાં મોદીજીના ચહેરા પર હંમેશા એક ગજબ પ્રકારની ચમક દેખાય છે. 8 કે 10 કલાક નહીં પણ સતત 18 કલાક કામ કરતા મોદીની ચહેરા પર થાક જરા પણ વર્તાતો નથી. તેનું કારણ છે તેમની નિયમિત દિનચર્યા.
વડા પ્રધાન મોદી વ્યસ્ત હોવા છતાં પણ તે બે વસ્તુની મદદથી પોતાને ફીટ રાખે છે – એક તેમની કસરત અને બીજો તેમનો આહાર. મોદીજી તેમના દિવસની શરૂઆત યોગ સાથે કરે છે. મોદીજીને કામ કરતા-કરતા રાતે કેટલું પણ મોડું કેમ ન થાય પણ તેઓ સવારે વહેલા 4-5 વાગે પથારીમાંથી ઉભા થઇ જ જાય છે.

સૂર્ય નમસ્કાર અને વૉક –
આખો દિવસ પોતાને તાજગીસભર રાખવા માટે મોદી રોજ એક કલાક યોગ કરે છે. મોદીજીનો નિયમ છે કે તેઓ આ ઉંમરે પણ 5-6 કલાકથી વધુ ઊંઘ નથી લેતા. નરેન્દ્ર મોદી સવારે 4-5 વાગે ઉઠી જાય છે અને પછી યોગ કરે છે. યોગથી મોદીજીનું શરીર એટલું ફિટ રહે છે કે તેઓ 14 થી 16 કલાક સતત રોકાયા વિના કામ કરી શકે છે. મોદીજી સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ જરૂર કરે છે. આ પછી, તેઓ રોજ ચાલવા જાય છે અને અડધો કલાક ચાલે છે.

સંતુલિત આહાર –
મોદી પર લખાયેલી એન્ડી મરીનોના પુસ્તક ‘નરેન્દ્ર મોદી: અ પોલિટિકલ બાયોગ્રાફી’માં જણાવ્યું છે કે કે ઘણા વર્ષો પહેલા મોદીએ મીઠું ખાવાનું છોડી દીધું હતું. પછી મરચું છોડી અને સાદા ખોરાક પર જીવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેઓ તેલ અને અન્ય મસાલા પણ ભોજનમાં લેવાનું ટાળે છે. ઉનાળો હોય કે અન્ય કોઈ ઋતુ, મોદી ઠંડુ પાણી નથી પીવાથી પરહેઝ કરે છે. તેઓ નવશેકું પાણી પીવે છે. મોદીના રોજિંદા આહારમાં સલાડ વધુ માત્રામાં હોય છે.

મોદીજીના સ્વાસ્થ્યનું સૌથી મોટું રહસ્ય એ છે કે તેઓ શુદ્ધ શાકાહારી છે. મોદીજીને ભોજનમાં ગુજરાતી ભોજન બાદ દક્ષિણ ભારતીય ભોજન પસંદ છે. તેઓ સામાન્ય રીતે લંચ અને ડિનરમાં સદુભૉજન લેવાનું પસંદ કરે છે. મોદીની પહેલી પસંદ ગુજરાતી ભોજન છે. ઘણીવાર તેઓ દિવસમાં ખૂબ જ હળવો નાસ્તો કરે છે જેથી શરીર થાકી ન જાય અને તાકાત પણ મળે.

આદુવાળી ચા –
માનો કે ન માનો, પણ મોદીજીના ફિટ હોવા પાછળનું મહત્વનું કારણ તો ગુજરાતી નાસ્તો છે. નરેન્દ્ર મોદી બ્રિટીશરોની જેમ જેવા બ્રેડ બટર નહીં, પણ નાસ્તામાં ગુજરાતી પૌવા, ઈડલી કે ખાખરા ખાવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે તેમનો નાસ્તો હળવો હોય છે, જે બાફેલો કે શેકેલો હોય છે. તેઓ તળેલું ખાવાનું ટાળે છે. સાથે તેઓ આદુવાળી ચા પીવે છે. એનાથી તેમને બપોર સુધી ઉર્જા મળે છે. અને ભારે પણ નથી લાગતું.

તેમના લંચમાં ભાત, દાળ, શાકભાજી અને દહીં શામેલ છે. પોતાને નિયમિત યોગ, શાકાહારી આહાર, અને પોતાને આલ્કોહોલ અને તમાકુના સેવનથી દૂર રાખવાના કારણે મોદીએ આ ઉંમરે પણ પોતાને એટલા ફીટ અને એનર્જેટિક રાખ્યા છે.
ઘણીવાર બપોરે તેઓ હળવું ભોજન લે છે અથવા પછી, ફળો ખાઈને કામ ચલાવે છે. તેમણે ક્યારેય કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓનો શોખ નથી, પણ છાશ પીવાનું પસંદ છે. રાત્રે ખીચડી ખાવાની, પણ જો ચૂંટણીનો સમય હોય તતેઓ રાત્રિનું ભોજન બંધ કરી દે છે.

પોતાના ગળાને સાફ રાખવા માટે મોદી હંમેશા નવશેકું પાણી પીવાનું પસંદ કરે છે. આખો દિવસની તાણને દૂર કરવા માટે મોદી સૂતા પહેલા પણ થોડો સમય ધ્યાન કરે છે.
દિવસમાં 18 કલાક કામ કરવા છતાં, તેમના ચહેરા પર ક્યારેય થાક દેખાતો નથી. તેઓ હંમેશા તાજગીસભર લાગે છે. એટલું જ નહીં, જ્યારે તેઓ વિદેશ પ્રવાસથી પાછા ફરે, ત્યારે પણ તેઓ આરામ કરવાને બદલે સીધા કામમાં જ લાગી જાય છે.

તંદુરસ્તી માટે એક વસ્તુ જે ખૂબ જ જરૂરી હોય છે, તે છે આરામ, મોદીજી હંમેશા તેની અવગણના કરતા આવ્યા છે. સામાન્ય રીતે ડોકટરો સલાહ આપે હે કે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ લેવામાં આવે, પણ મોદીજીના કિસ્સામાં આવું ક્યારેય નથી થતું.

સંઘના દિવસોથી લઈને આજ સુધી, મોદીજી ક્યારેય ચાર કલાકથી વધુ સૂતા નથી. નિત્યક્રમમાં પણ, તેઓ રાત્રે સાડા બાર વાગ્યા સુધી જાગતા હોય છે, કારણ કે મોડી રાતે તેઓ તેમણે ગમતા પુસ્તકો વાંચે છે. આટલા મોડા સુધી જાગતા હોવા છતાં સવારે વહેલા પથારીમાંથી ઉભા થઇ જવું એ તેમનો સ્વભાવ છે, જેની સાથે તે ક્યારેય સમાધાન કરતા નથી.