કેદારનાથ પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ પહેર્યો ખુબ જ ખાસ ડ્રેસ, ઠેર ઠેર થઇ રહી છે આ ડ્રેસની ચર્ચાઓ, એક મહિલા….

પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસ બાદ હવે ઉત્તરાખંડ પહોંચ્યા છે. નરેન્દ્ર મોદી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે છે અને તેમણે સૌપ્રથમ કેદાનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. જ્યારે પીએમ મોદી બાબા કેદારનાથની પવિત્ર ભૂમિ પર પહોંચ્યા ત્યારે તેમણે એક ખાસ ડ્રેસ પહેર્યો હતો, જેનો હિમાચલ પ્રદેશ સાથે ખાસ સંબંધ છે.

કેદારનાથ પ્રવાસ પર પીએમ નરેન્દ્ર મોદીએ પહેરેલા ડ્રેસને ચોલા ડોરા કહેવામાં આવે છે અને તે હિમાચલ પ્રદેશના હેન્ડલૂમ ઉદ્યોગમાં બનાવવામાં આવે છે. જ્યારે પીએમ મોદી હિમાચલના ચંબા પ્રવાસ પર ગયા હતા ત્યારે એક મહિલાએ તેમને પોતાના હાથે બનાવીને આ ડ્રેસ ગિફ્ટ કર્યો હતો. ચંબા પ્રવાસ દરમિયાન આ ડ્રેસ લઈને પીએમ નરેન્દ્ર મોદીએ મહિલાને વચન આપ્યું હતું કે જ્યારે પણ તે ઠંડી જગ્યાએ જશે ત્યારે તે પહેરશે.

કેદારનાથ મંદિર પહોંચીને પીએમ મોદીએ પોતાનું વચન પૂરું કર્યું અને આજે વડાપ્રધાન એ જ ડ્રેસ પહેરીને પહોંચ્યા. આ ડ્રેસ પર ખૂબ જ સરસ હેન્ડીક્રાફ્ટ છે. કેદારનાથમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી દર્શન કરવા બદ્રીનાથ પહોંચશે. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) અનુસાર, પીએમ મોદી આ મુલાકાત દરમિયાન ઉત્તરાખંડમાં 3400 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

કેદારનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડતા રોપવેનો શિલાન્યાસ પણ કર્યો હતો. કેદારનાથ રોપવે લગભગ 9.7 કિલોમીટર લાંબો હશે. તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે, બંને સ્થળો વચ્ચેનો પ્રવાસ સમય વર્તમાન 6-7 કલાકથી ઘટાડીને લગભગ 30 મિનિટ કરશે. વડાપ્રધાન બન્યા બાદ મોદી અત્યાર સુધીમાં 6 વખત કેદારનાથ ધામની મુલાકાત લઈ ચૂક્યા છે. અગાઉ 3 મે 2017, 30 ઓક્ટોબર 2017, 7 નવેમ્બર 2018, 18 મે 2019 અને 5 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાન કેદારનાથ ગયા હતા.

Niraj Patel