કોરોનાકાળમાં PM નરેન્દ્ર મોદી ગયા વિદેશના પ્રવાસે, જાણો વિગત

કોરોના કાળના કારણે પ્રધાનમંત્રી મોદીનો અટકી ચુકેલો વિદેશ પ્રવાસ હવે 497 દિવસ બાદ ફરી શરૂ થઇ ગયો છે. પીએમ મોદી બાંગ્લાદેશ પ્રવાસે ગયા છે ત્યારે પહેલીવાર ભારતના નવા નવેલા વિમાન એર ઇન્ડિયા-1  વિદેશી ધરતી ઉપર લેન્ડ કર્યું છે.

પ્રધાનમંત્રીના સ્વાગત માટે બાંગ્લાદેશના ઢાકામાં વિશેષ તૈયારી કરવામાં આવી છે અને લોન્ગ લિવ ઇન્ડિયા બાંગ્લાદેશ ફ્રેન્ડશીપના બેનર પણ લગાવવામાં આવ્યા છે.

પીએમઓ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, “પીએમ નરેદ્ર મોદી ઢાકા માટે રવાના થઇ ગયા છે. પોતાના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન તે પાડોશી મિત્રો સાથે સહયોગને આગળ વધારવાના ઉદ્દેશથી ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.

વડાપ્રધાન મોદી 26થી 27 માર્ચ સુધીની પોતાની બે દિવસીય વિદેશ યાત્રા દરમિયાન બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીના સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા પણ કરશે. પોતાની આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી ઢાકામાં બાપુ બંગબંધુ ડીઝીટલ વીડિયો પ્રદર્શનનું ઉદ્દઘાટન પણ કરશે.

Niraj Patel