ખબર

સમય પર પૂર્ણ નહીં થઈ શકે PM મોદીનું આ સપનું

PM મોદી સાથે જ કરોડો લોકોએ આ સપનું જોયેલું પણ અફસોસ…

આપણા દેશના પ્રધાનમંત્રી મોદી એક આશાસેવી વડાપ્રધાન છે. તેઓ દીર્ઘ દૃષ્ટા પણ છે, અને ભારત દેશની પ્રગતિ માટે તેમને પણ ઘણા સપનાઓ જોયા છે, જેમનું એક સપનું આ કોરોના વાયરસના કારણે અધૂરું રહી જવાનું છે.

Image Source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન અમેરિકન ડોલરનું અર્થતંત્ર બની જાય તેનું સપનું જોયું હતું. જેના માટે તેમને 2025નું લક્ષ્ય પણ નક્કી કર્યું હતું.  કોરોના વાયરસની મહામારી અને તેના સંકટના કારણે આ સ્વપ્ન પૂર્ણ થવામાં હજુ વધારે વર્ષ લાગી શકે તેમ છે. જે બેંક ઓફ અમેરિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Image Source

બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝનું કહેવું છે કે ભારત 2031 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. વૈશ્વિક સ્તર ઉપર કામ કરવા વાળી નાણાકીય સંસ્થાનું કહેવું છે કે ભારતને કોરોના મહામારીના કારણે ઉત્પન્ન થયેલા સંકટોથી દુનિયાની ત્રીજી અર્થ વ્યવસ્થા બનવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય મેળવવામાં 3 વર્ષ મોડું થઇ શકે છે.