મનોરંજન

મહેશ કનોડિયાના અવસાન પર ખુદ PM મોદીએ ફોન કરી દુખ વ્યક્ત કર્યુ, જાણો વિગત

મહેશ કનોડિયાના મૃત્યુથી આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી ચોકી ગઈ છે. આ વિશે હીતુ કનોડિયા વાત કરતા કરતા રડી પડ્યા હતા. ખુદ PM નરેન્દ્ર મોદીએ ફોન કરીને આ અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ. ગુજરાતમાં પાટણના પૂર્વ સાંસદ, ગુજરાતી ફિલ્મના ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય સંગીતકાર મહેશ કનોડીયાનું 83 વર્ષની વયે નિધન થયું છે. મહેશભાઈ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડીયાના મોટા ભાઈ હતા.

હિતુ કનોડિયા આજે મીડિયા સામે કહ્યું હતું કે, મારા પિતાજી નરેશ કનોડિયા વેન્ટિલેટર પર છે. અને હવે આ ઘા કેમ સહન થશે. મહેશ-નરેશની બેલડી છે. ભગવાને અંખડ બેલડી તોડી છે.

વધુમાં તમને જણાવી દઈએ કે મહેશભાઈના નિધનથી ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ સતત બે ટર્મ સુધી પાટણની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા અને લોકોની સેવા કરી હતી. આજે સાંજે ગાંધીનગરમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ફોન કરીને પરિવારજનો સાથે વાત કરી હતી અને CM રૂપાણીએ ફોન કરી દુઃખ વ્યક્ત કર્યું હતુ.

મહેશભાઈનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામડામાં થયો હતો. મહેશના પિતાજી મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ ટુવાલ, સાડી જેવા કપડાં બનાવતા હતાં. મહેશભાઈને કુલ 3 ભાઈઓ હતા. નરેશ, શંકર અને દિનેશ.

તેમને લોકસંગીત ગરબા અને બીજી ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. વધુમાં તેમણે છોટા આદમી, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, મેરી દોસ્તી તેરા પ્યાર, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, પ્યાર મહોબત, મેરા ફેંસલા, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.