ખબર

દેશમાં લોકડાઉન પાછું થશે? કે મળશે છૂટછાટ? PM મોદીએ આપી દીધાં છે આ સંકેત

દેશમાં કોરોનાનો સંકટ દિવસેને દિવસે ઘેરાતો જઈ રહ્યો છે, દેશમાં લોકડાઉન કરવા છતાં પણ જોઈએ તેટલું પરિસ્થિતિ પાર નિયંત્રણ નથી રાખી શકાયું ત્યારે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 રાજ્યોના મુખ્યમમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.

Image Source

કોરોના સંકટ ઉપર મુખ્યમંત્રીઓ સાથે કરેલી આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે “આપણે કોરોનાને જેટલું અટકાવી શકીશું તેટલું જ આપણું અર્થતંત્ર ખુલશે.” લોકડાઉન વધારવા અંગે પણ ચર્ચા કરતા પીએમએ કહ્યું હતું કે દેશમાં હવે લોકડાઉન વધારવામાં નહીં આવે, ઉપરથી હજુ વધુ છૂટછાટ આપવામાં આવી શકે છે. સાથે જ તેમને ચેતવણી આપતા એમ પણ જણાવ્યું હતું કે જો થોડીક પણ બેદરકારી રાખવામાં આવશે તો બધી જ મહેનત ઉપર પાણી પણ ફરીવળી શકે છે.

Image Source

આ બેઠકની અંદર પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયના પરિણામ મુજબ અર્થતંત્ર પાટા ઉપર પાછું ફરી રહ્યું હોવાના સંકેતો પણ મળ્યા છે. ખરીફ વાવેતરમાં પણ 12-13 ટકાનો વધારો થયો છે. છૂટક વેચાણમાં પણ ડિઝીટીલ પેમેન્ટ અંદાજે 70 ટકા સુધી પહોંચી ગયું છે.

પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા ત્રણ મહિનાની અંદર છઠ્ઠી વખત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. આગામી ઈ-બેઠકના ભાગરૂપે આજે પણ પ્રધાનમંત્રી ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સહિતના 15 જેટલા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે, આ તમામ રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા ઘણી જ વધારે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પોતાની વાત કરવા માટેનો સમય ઓછો મળતો હોવાનો પણ આક્ષેપ મુક્યો છે જેના કારણે તે આ બેઠકમાં ભાગ લેશે કે નહિ તે પણ એક રહસ્ય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.