અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલમાં PM મોદીએ કર્યુ મતદાન, લોકોનું અભિવાદન ઝીલ્યું- જુઓ તસવીરો અને વીડિયો

PM મોદીએ અમદાવાદમાં કર્યુ મતદાન, ચાલીને પહોંચ્યા બૂથ પર, લોકોનું ઝીલ્યું અભિવાદન- જુઓ તસવીરો અને વીડિયો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણનું મતદાન જારી છે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં મતદાન કર્યુ અને લોકોને પણ વોટ આપવાની અપીલ કરી. ચૂંટણી આયોગે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાનું કહ્યુ છે.પીએમ મોદી અમદાવાદના રાણીપની નિશાન પબ્લિક સ્કૂલ પોલિંગ બૂથ પર ચાલતા જોવા મળ્યા હતા. બીજી તરફ પીએમ મોદીને જોઇ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

પીએમએ લોકોનો આભાર માન્યો અને પછી લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું. આ પછી વડાપ્રધાન તેમના મોટા ભાઈના ઘરે ગયા. પીએમ મોદીએ ‘લોકશાહીના પર્વ’ માટે મતદારો અને ચૂંટણી પંચનો આભાર માન્યો હતો. મીડિયા સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, “ગુજરાત, હિમાચલ પ્રદેશ, દિલ્હીના લોકો આશા અને ઉત્સાહ સાથે લોકશાહીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે.

હું આભાર માનું છું. દેશની જનતાને લોકશાહીના પર્વની ઉજવણી કરવા બદલ, હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપું છું કે તેણે ખૂબ જ શાનદાર રીતે ચૂંટણી યોજવાની એક મહાન પરંપરા વિકસાવી છે, જેણે સમગ્ર વિશ્વમાં ભારતની લોકશાહીનું ગૌરવ વધાર્યું છે. સવારે મતદાન શરૂ થતા પહેલા રાજ્યના લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડ્યા હતા.

જણાવી દઇએ કે, સોમવારે એટલે કે 5 ડિસેમ્બરે મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ગાંધીનગર પહોંચ્યા હતા અને તેમની માતા હીરાબેન મોદીને મળ્યા હતા. ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP) તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બે ઉમેદવારો ઉભા રાખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by BJP Gujarat (@bjp4gujarat)

અન્ય પક્ષોમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ 12 ઉમેદવારો અને બહુજન સમાજ પાર્ટી (BSP) એ 44 ઉમેદવારો ઉભા રાખ્યા છે. 285 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, આ 93 બેઠકોમાંથી ભાજપને 51, કોંગ્રેસને 39, જ્યારે ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોને મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by BJP Gujarat (@bjp4gujarat)

મધ્ય ગુજરાતમાં ભાજપને 37, કોંગ્રેસને 22 બેઠકો મળી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી, જ્યારે ભગવા પાર્ટીને 14 બેઠકો મળી હતી.

Shah Jina