ખબર

પીએમ મોદી સાયક્લોન તાઉ-તેના હવાઇ નિરિક્ષણ બાદ પરત ફર્યા, જાણો વધુ વિગત

ચક્રવાત તોફાન તાઉ-તે ભલે જતુ રહ્યુ હોય પરંતુ તેની પાછળ તે તબાહીના નિશાન છોડીને ગયુ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દીવ-દમણમાં આ તોફાનને કારણે મોટુ નુકશાન થયુ છે. આ નુકશાનનું નિરિક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાત, દમણ, દીવના પ્રવાસે છે.

પીએમ મોદી સૌથી પહેલા ભાવનગર પહોંચ્યા હતા. ચક્રવાતને કારણે ગિર સોમનાથ જિલ્લાના દીવ અને ઉના શહેરના વચ્ચે સોમવારે પાણીનો ભરાવ થઇ ગયો હતો અને ઘણુ નુકશાન પણ થયુ હતુ. વિસ્તારમાં ઘણા ઝાડ પણ પડી ગયા હતા.

ગુજરાતમાં ચક્રવાતી તોફાનને કારણે સાહિલી વિસ્તારમાં ભારી નુકશાન થયુ છે. વીજળીના થાંભલા અને ઝાડ ઉખડી ગયા છે. સાથે જ કેટલાક ઘરો અને રસ્તાઓને પણ નુકશાન થયુ છે. આ દરમિયાન ઘટનામાં લગભગ 13 લોકોની મોત પણ થઇ છે. ચક્રવાતી તોફાનને કારણે 200થી વધુ તાલુકામાં વરસાદ થયો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ઉના, દીવ, જાફરાબાદ અને મહુવા વિસ્તારમાં હવાઇ નિરિક્ષણ કર્યુ હતુ. ચક્રવાતી તોફાન તાઉ-તેને કારણે થયેલ નુકશાનને જોયુ અને હવાઇ નિરિક્ષણ કર્યા બાદ પીએમ મોદીની અમદાવાદમાં રિવ્યુ બેઠક છે.

તમને જણાવી દઇએ કે, તાઉ-તેએ સૌથી પહેલા મહારાષ્ટ્રમાં દસ્તક દીધી હતી. જયાં સોમવાર દરમિયાન ખૂબ જ ઝડપી હવાઓ અને વરસાદ થયો. મહારાષ્ટ્રમાં પણ તોફાનને કારણે 18 લોકોની મોત થઇ હતી. જયારે મુંબઇ સહિત કેટલાક વિસ્તારોમાં ઝાડ પણ પડ્યા હતા.