ગાંધીનગર: PM મોદીએ અનુભવી થન્ડરસ્ટ્રોમ, રેઈની અને ક્લાઉડી વેધર જેવી પરિસ્થિતિમાં પાયલટને પડતી મુશ્કેલીઓ, જુઓ PHOTOS

હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમણે આદે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો 2022ના ઉદ્ઘાટન બાદ સિમ્યુલેટરમાં બેસી વર્ચુઅલ પાયલટ પ્રશિક્ષણનો અનુભવ કર્યો. આ સિમ્યુલેટરને પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના અભિયાનથી પ્રેરિત થઇ ઇન્ડિયામાં જ કરવામાં આવ્યુ છે. સિમ્યુલેટરનો ઉપયોગ વિમાન ઉડાવવાવાળા પાયલોટના પ્રશિક્ષણ માટે કરવામાં આવે છે.

અત્યાર સુધી ભારતમાં તેનો ઉપયોગ આયાતિત સિમ્યુલેટરથી કરવામાં આવે છે. અત્યાર સુધી ભારતમાં આ પ્રકારનું સિમ્યુલેટર વિદેશથી આયાત કરવામાં આવતું હતું, જેની અંદાજિત કિંમત રૂ. 100 થી 150 કરોડ થતી હતી. આ સિમ્યુલેટરનું નિર્માણ પેરાલેક્સ લેબે કર્યુ છે. ભારતમાં બનેલુ આ પહેલુ વર્ચુઅલ રિયાલિટી ફ્લાઇટ સિમ્યુલેટર છે. આ ફ્લાઇટ સિમ્યુલેટરને બનાવવામાં લગભગ એકથી દોઢ કરોડ રૂપયાની લાગત આવી. આના બધા પાર્ટ્સ દેશમાં જ નિર્મિત કરવામાં આવ્યા છે.

આ વર્ચુઅલ રિયાલિટી ફ્લાઇટ સિમ્યુલેટરમાં 10થી12 પ્રકારના વાતાવરણ અને સ્થિતિઓનો અનુભવ છે. જેમાં થન્ડરસ્ટ્રોમ, રેઇન, ક્લાઉડી વેધર, એન્જીન ફેલ વગેરે કઠિન પરિસ્થિતિનો આભાસ થાય છે. પ્રશિક્ષણ દરમિયાન પ્રશિક્ષુ પાયલટને આવી પરિસ્થિતમાંથી નીકળવાની જાણકારી આપવામાં આવે છે. ગાંધીનગરના હેલિપેડ એક્ઝીવિશન સેન્ટરમાં સંરક્ષણ ક્ષેત્રના વિભિન્ન ઉપકરણોનું પ્રદર્શન કરવામાં આવ્યુ છે.

પીએમ મોદીએ એક્ઝીબિશનના ઉદઘાટન બાદ આ સિમ્યુલેટરમાં બેસી વર્ચ્યુઅલ પાયલટ ટ્રેનિંગની સફર માણી હતી. જેની તસવીરો પણ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે એટલે કે ગુરુવારના રોજ પીએમ મોદી એકતાનગર (કેવડીયા) ખાતે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કરવાના છે. ગુજરાતના ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય તેવી પ્રથમ ઘટના છે.

શુક્રવારના રોજ પીએમ ઉત્તરાખંડ જશે અને આ દરમિયાન તેઓ કેદારનાથ અને બદ્રીનાથમાં પૂજા અર્ચના પણ કરશે, આ ઉપરાંત તેઓ 34 સો કરોડ રૂપિયાથી વધુ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી અત્યાર સુધી પાંચવાર કેદારનાથની યાત્રા કરી ચૂક્યા છે. પ્રધાનમંત્રીના રૂપમાં તે પહેલીવાર ત્રણ મે 2017ના રોજ કેદારનાથ ગયા હતા. આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 27 ઓક્ટોબર અને બદ્રીનાથ ધામના કપાટ 19 નવેમ્બરના રોજ બંધ રહેવાના છે.

Shah Jina