ખબર

મહાકુંભને લઈને પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ જણાવી આ મોટી વાત, જાણો શું કહ્યું પીએમ મોદીએ ?

સમગ્ર દેશભરમાં કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. ત્યારે હાલમાં હરિદ્વારની અંદર 11 વર્ષ બાદ યોજાઈ રહેલા મહાકુંભની અંદર અનેક સાધુ સંતો કોરોના  સંક્રમિત આવી રહ્યા છે. ત્યારે હવે મહાકુંભને લઈને પીએમ મોદીએ પણ ટ્વીટ કરવી પડી છે.

પ્રધાનમંત્રીએ પોતાની ટ્વીટની અંદર જણાવ્યું છે કે “આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે આજે ફોન ઉપર વાત કરી. બધા જ સંતોના સ્વાસ્થ્યની હાલત જાણી. બધા જ સંતગણ પ્રશાસનને દરેક પ્રકારે સહયોગ કરી રહ્યા છે. મેં આ માટે સંત જગતનો આભાર પણ વ્યક્તિ કર્યો છે.”

તો પીએમ દ્વારા બીજી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, “મેં પ્રાર્થના કરી છે કે બને શાહી સ્નાન થઇ ચુક્યા છે અને હવે કુંભને કોરોના સંકટના કારણે પ્રતીકાત્મક જ રાખવામાં આવે. જેનાથી આ સંકટ સામે લડવાની એક તાકાત મળશે.”

ત્યારે આ બાબતે પ્રધાનમંત્રી મોદીની ટ્વીટ બાદ સ્વામી અવધેશાનંદે કહ્યું કે, “અમે પીએમ મોદીના આહ્વાનનું સન્માન કરીએ છીએ. સ્વયં અને અન્યના જીવનની રક્ષા મહત્વપૂર્ણ છે, મારો ધર્મ પ્રયાણ જનતાને આગ્રહ છે કે કોરોનાની પરિસ્થિતિને જોતા કોવિડના નિયમોનું પાલન કરે.”