ખબર

સોશિયલ મીડિયા છોડવાની વાત ઉપર આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ, નહીં છોડે સોશિયલ મીડિયા

ગઈકાલથી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા છોડવાના સમાચારને લઈને ખાસા ચર્ચામાં ચાલી રહ્યા છે, તેમની એક ટ્વીટ દ્વારા ઘણા લોકો સોશિયલ મીડિયા ના છોડવાની પણ સલાહ આપવા લાગ્યા તો વિરોધીઓ માટે એક નવો મુદ્દો પણ આ માટે મળી ગયો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ અંગે મોટો ખુલાસો કર્યો છે.

Image Source

સોમવારે રાત્રે 8.56 મિનિટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરી હતી જેમાં તેમને રવિવારના રોજ સોશિયલ મીડિયા છોડવા અંગે જણાવ્યું હતું. ત્યારબાદ તે ટ્વીટ ઉપર સમર્થકોની એટલી ટ્વીટ આવી કે એ ટ્વીટ ટ્રેંડમાં ચાલી ગઈ, નરેન્દ્ર મોદીના ઘણા ચાહકો તેમને આમ ના કરવા વિશે જણાવી રહ્યા હતા તો તેમના વિરોધીઓ માટે આ એક રસપ્રદ મુદ્દો હતો અને તેમને પણ આ ટ્વીટ એક નવા મુદ્દા તરીકે મળી ગઈ હતી.

પરંતુ આ ટ્વીટ બાદ આજે મંગળવારના રોજ કરેલી એક ટ્વીટના નરેન્દ મોદીએ આ રહસ્ય ખોલી આપ્યું હતું, તેમને એક બીજી ટ્વીટ કરી અને તેમના સમર્થકોને શાંત કર્યા હતા તેમજ વિરોધીઓને પોતાના શબ્દોમાં જ એક નવો જવાબ પણ આપ્યો હતો.

Image Source

સોમવારની ટ્વીટના જવાબમાં નરેન્દ્ર મોદીએ પોતાનું સોશિયલ મીડિયા હેન્ડલ એ મહિલાઓને સોંપવાની વાત કરી હતી જે મહિલાઓથી તેઓ પ્રેરિત થયા છે. નરેન્દ્ર મોદીએ રવિવારના દિવસે સોશિયલ મીડિયા છોડવાની વાત કરી હતી ણ રવિવારના દિવસે વિશ્વ મહિલા દિવસ છે. માટે સોમવારની ટ્વીટના જવાબ રૂપે મંગળવારના રોજ મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે: “આ મહિલા દિવસ ઉપર હું મારા બધા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ એ મહિલાઓને સમર્પિત કરીશ જેમનુ જીવન અને કામ આપણા બધાને પ્રેરણા આપે છે. આ લખો લોકોને પ્રેરણા આપવાનું કામ હશે.”

Image Source

મોદીજીએ આગળ લખ્યું હતું કે “શું તમે પણ એવી મહિલા છો અથવા એવી કોઈ પ્રેરણા આપનારી મહિલા વિશે જાણો છો? #SheInspiresUs નો પ્રયોગ કરી એવી વાર્તાઓને વ્યક્ત કરો.”

પ્રધાન મંત્રીની આ મુહિમ હેઠળ કેટલીક મહિલાઓને પીએમ મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સાચવવાનો અવસર મળશે, જેમાં ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને કેટલીક મહિલાઓ સાચવશે અને મહિલા દિવસના દિવસે આખો દિવસ તેનું સંચાલન પણ તે મહિલાઓ જ કરશે.