ખબર

જન્મદિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ લીધા માના આશીર્વાદ, સાથે લીધું ભોજન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના 69મા જન્મદિવસ નિમિતે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યારે સરદાર સરોવર ડેમ ખાતેના પોતાના કાર્યક્રમને પૂરો કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની મા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માને મળીને તેમના આશીર્વાદ લીધા, આ દરમ્યાન તેમને પોતાની મા સાથે ભોજન પણ લીધું. પીએમ મોદીને ભોજનમાં શાક-પૂરી, દાળ અને સલાડ ખાધું. પીએમ મોદી લગભગ અડધો કલાક સુધી પોતાની મા સાથે ઘરે રહયા.

17 સપ્ટેમ્બર 1950એ નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો હતો. જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી આઝાદ ભારતમાં જન્મેલા પહેલા વડાપ્રધાન છે.

ગુજરાત મુલાકાતે આવેલા વડાપ્રધાન સવારે રાજભવનથી સીધા નર્મદા કેવડિયા પહોંચ્યા હતા. અહીં આવીને તેમણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી. આ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યાં.

અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પછી, વિધિવત રીતે તેમણે નર્મદા મૈયાના નવા નીરના વધામણા કર્યા હતા. પીએમ મોદીએ 101 બ્રાહ્મણની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે નર્મદા મૈયાની પૂજા કરી. આ સાથે જ નર્મદા મૈયાને શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી હતી.

નર્મદા મૈયાની પૂજા કરવા પહેલા વડા પ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવવામાં આવેલા વિવિધ ગાર્ડન તેમજ જંગલ સફારીની મુલાકાત લીધી હતી. આ સિવાય તેમણે ખલવાણી ઇકો ટુરિઝમ સાઈટની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેકટસ ગાર્ડનની મુલાકાત લઈને વિવિધ કદ અને પ્રજાતિના કેકટસ અંગે માહિતી મેળવી.

પીએમ મોદીએ સુંદર અને મનમોહક એવા બટરફ્લાય પાર્કની પણ મુલાકાત લીધી. અહીં તેમણે કેટલાક નવા પતંગિયા પણ છુટ્ટા મુક્યા હતા. આ સિવાય તેમણે રિવર રાફ્ટીંગ સાઈટની પણ મુલાકાત લીધી હતી. દરેક જગ્યાએ થોડો સમય રોકાઈને વડાપ્રધાને સમગ્ર કામગીરી કેવી રીતે કરાઈ છે તેની ચકાસણી કરી રહ્યાં છે. આ સ્થળ પ્રવાસન સ્થળ તરીકે વિકસે તે માટે પીએમ મોદી દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે.

એ પછી, વડા પ્રધાન મોદીએ પાણીથી છલોછલ ભરાયેલ નર્મદા ડેમ પાસે બેકગ્રાઉન્ડમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમના દ્રશ્યો કેદ થાય તે રીતે ફોટોશૂટ કરાવ્યું હતું. તેમણે નદીના કિનારે ઉભા રહીને તેમણે પોતાના સપનાને પૂરુ થતુ નિહાળ્યું હતું. નોંધનીય છે કે, નર્મદા ડેમ પ્રથમવાર ઐતિહાસિક સપાટી 138.68 મીટરને પાર કરી છે.

તેઓ હેલીકૉપટર દ્વારા કેવડિયા પહોંચ્યા હતા ત્યારે આકાશમાંથી એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ભવ્ય નજારો નિહાળ્યો હતો અને એનો વિડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો.

વડા પ્રધાન મોદી સરદાર સરોવર નર્મદા ખાતેના પોતાના બધા જ કાર્યક્રમો પૂર્ણ કરી પીએમ ગાંધીનગર પરત ફરશે. આ પછી તેઓ બપોરે હીરાબાના આશીવાદ લેવા જશે. નરેન્દ્ર મોદી જયારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે તેઓ થોડો સમય કાઢીને હીરાબાને મળવા અચૂક જાય છે.


આખા દેશમાં વડા પ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક લોકો તેમણે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks