પ્રધાનમંત્રી મોદીએ લીધો એઇમ્સ ખાતે વેક્સિનનો પહેલો ડોઝ, જુઓ વીડિયોમાં જનતાને શું કરી અપીલ

આજે 1 માર્ચથી દેશભરમાં કોરોના વેક્સિનનો ડોઝ સામાન્ય માણસને પણ આપવાનો શરૂ થઇ ગયો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે દિલ્હીમાં એઇમ્સ ખાતે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. જેની જાણકારી પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને આપી હતી.

પ્રધાનમનત્રી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, “મેં એઇમ્સમાં કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. કોવિડ-19 વિરુદ્ધ વૈશ્વિક લડાઈ મજબૂત કરવા માટે અમારા ડોક્ટર અને વૈજ્ઞાનિકે જેટલી ઝડપથી કામ કર્યું, તે ઉલ્લેખનીય છે.”

પીએમ મોદીએ લોકોને વેક્સિનને લઈને ભારતને કોવિડ મહામારીથી મુક્ત કરવાના સહયોગની અપીલ પણ કરી છે. તેમને કહ્યું કે “હું એ બધા જ વેક્સીન લેવા વાળાને આગ્રહ કરું છું કે જે તેના માટે યોગ્ય છે. ચાલો આપણે બધા જ મળીને ભારતને કોવિડ-19 મુક્ત બનાવીએ.”

દેશની અંદર આજથી કોરોના વેક્સિનનું બીજું ચરણ શરૂ થઇ ગયું છે. હવે 60 વર્ષથી ઉપરના લોકો અને અન્ય બીમારીઓથી પીડાઈ રહેલા 45 વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકો વેક્સીન લઇ શકશે. સરકાર દ્વારા તેની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.

ખાસ વાત તો એ છે કે સરકારની સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં કેન્દ્ર સરકાર દ્વારા અધિકતમ કિંમત 250 રૂપિયા નક્કી કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં વેક્સીન પહેલાની જેમ જ ફ્રી આપવામાં આવશે.

દેશના સામાન્ય નાગરિક કોઈપણ સમયે અને ક્યાંય પણ રસીકરણ માટે પંજીકરણ અને બુકિંગને કો-વિન 2.0 પોર્ટલ નો ઉપયોગ કરીને કે પછી આરોગ્ય સેતું જેવી અન્ય આઇટી એપ્લિકેશનના માધ્યમ દ્વારા કરાવી શકશે. આ ઉપરાંત ઓન-સાઈટ પંજીકરણ સુવિધા પણ હશે જેના કારણે વેક્સીન લગાવનાર વ્યક્તિ રસીકરણ કેન્દ્રમાં જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.

Niraj Patel