પ્રધાનમંત્રીનો કાફલો નીકળી રહ્યો હતો ત્યારે જ એક યુવતીના હાથમાં PM મોદીએ જોયું માતા હીરાબાનું પેઇન્ટિંગ, કાફલો રોકીને કર્યું એવું કે… જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે 31 મેના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા પહોંચ્યા હતા. શિમલામાં રોડ-શો દરમિયાન તેમનું સ્વાગત કરવા ઊભેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે વડાપ્રધાને રસ્તાની બાજુમાં એક છોકરીના હાથમાં તેમની માતા હીરાબેનની પેઇન્ટિંગ જોઈને કાર રોકી.

વડાપ્રધાન કારમાંથી નીચે ઉતરીને યુવતી પાસે પહોંચ્યા અને પેઇન્ટિંગની ભેટ સ્વીકારીને તેના માથા પર આશીર્વાદનો હાથ પણ મૂક્યો. વડાપ્રધાને યુવતીનું નામ પણ પૂછ્યું. જ્યારે વડાપ્રધાને પૂછ્યું કે તમે ક્યાં રહો છો તો યુવતીએ કહ્યું કે હું શિમલામાં રહું છું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તમે આ પેઇન્ટિંગ જાતે બનાવ્યું છે, તો તેણે હા પાડી. યુવતીએ એમ પણ કહ્યું કે તેણે વડાપ્રધાનની પેઇન્ટિંગ પણ બનાવી છે, પરંતુ તે લાવી શકી નથી. તેના પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેનાથી કોઈ ફરક નથી પડતો.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો પણ નરેન્દ્ર મોદીના આ કામની ખુબ જ પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર શિમલામાં એક કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે પીએમ કાર્યક્રમમાં હાજરી આપીને નીકળી રહ્યા હતા ત્યારે એક યુવતી તેના હાથમાં પીએમ મોદીની માતાનું પેઇન્ટિંગ લઈને ઉભી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના અવસર પર મંગળવારે શિમલા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઘણી સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને પછી રોડ શો કર્યો. પીએમ મોદીએ આ શિમલામાંથી જ કિસાન સન્માન નિધિના 11મા હપ્તા તરીકે 21,000 કરોડ રૂપિયા જાહેર કર્યા.

લાભાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન, પીએમએ કર્ણાટકના કલબુર્ગીની એક મહિલા સંતોષીને કહ્યું કે તેણીએ જે રીતે તેના વિચારો વ્યક્ત કર્યા તેનાથી તે પ્રભાવિત થયા હતા અને જો તે ભાજપની કાર્યકર હોત તો તેણીને ચૂંટણી લડવા માટે કહ્યું હોત. લદ્દાખના એક ભૂતપૂર્વ સૈનિકે વડા પ્રધાનને કહ્યું કે તેમને જલ જીવન મિશન અને પીએમ આવાસ યોજના (ગ્રામીણ)નો લાભ મળ્યો છે અને તેમને યોજનાનો લાભ લેવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

Niraj Patel