ખબર

પીએમ મોદીએ વેક્સનેશનને લઇને લીધો મોટો નિર્ણય

કોરોનાના કહેર અને દેશમાં વેક્સિનની કમી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વેક્સિનેશનને કોરોના વિરૂદ્ધ જંગમાં એક સશક્ત માધ્યમ જણાવ્યુ છે અને કહ્યુ કે, તેની મોટા પ્રમાણમાં આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે સરકારના પ્રયાસ સતત જારી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના મહામારી પર નિયંત્રણના મદ્દેનજર રાજયના 46 જિલ્લાના જિલ્લાધિકાઓ સાથે બેઠક કરી અને તેમણે આ વર્ચુઅલ બેઠકમાં જિલ્લાધિકાઓને કહ્યુ કે, આપણા દેશમાં જેટલા જિલ્લા છે, તેટલી જ અલગ અલગ ચુનોતીઓ છે. એક રીતે બધા જિલ્લાની પોતાની એક અલગ ચુનોતી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે, કોરોનાની બીજી લહેરમાં આપણે ગ્રામીણ અને બીજા કેટલાક વિસ્તાર પર ધ્યાન આપવુ પડશે અને કોરોના સામે જંગ જીતવાનો તેમજ તેની સામે લડવા માટેનો એકમાત્ર અને મજબૂત રસ્તો વેક્સિન છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજયોને 15 દિવસમાં કોરોના વેક્સિન અપાવવા માટેના એડવાન્સ પ્રયાસ ચાલુ છે.