કોરોના વાયરસ ફેલાવવાની સાથે વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સીન શોધવામાં લાગી ગયા હતા. ત્યારે હવે જઈને આટલા મહિનાઓ બાદ વેક્સીન મળવાને લઈને આશાઓ પાક્કી થતી દેખાઈ રહી છે. ત્યારે દેશભરમાં વધતા કેસને જોતા પ્રધાનમંત્રી મોદીએ આજે 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકની અંદર પ્રધાનમંત્રીએ જણાવ્યું કે: “કોરોના વાયરસની વેક્સીન ક્યારે આવશે તે આપણા હાથમાં નથી, તે વૈજ્ઞાનિકોના હાથમાં છે. વૈજ્ઞાનિકો તેના ઉપર કામ કરી રહ્યા છે પરંતુ કેટલાક લોકો કોરોના વેક્સીનને લઈને રાજકારણ કરી રહ્યા છે તેમને રોકવા જોઈએ.”

પ્રધાનમંત્રીએ 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર વગેરે હાજર હતા.

પ્રધાનમંત્રી મોદીએ આ બેઠકને લઈને જણાવ્યું હતું કે: “વેક્સીનના કેટલા ડોઝ હશે, કિંમત કેટલી હશે, આ સવાલોના જવાબ અમારી પાસે નથી.” આ બેઠકની અંદર ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિત હતા.

મુખ્યમંત્રીઓ સાથે થયેલી પ્રધાનમંત્રીની બેઠકની અંદર તમામ મુખ્યમંત્રીઓએ પોતાનો મત પણ રજૂ કર્યો હતો. અને કોરોના તેમજ વેક્સિનને ડીટ્રીબ્યુટ કરવાના આયોજન અંગે પણ ચર્ચા કરી હતી.