વિદેશ પ્રવાસથી આવીને તરત ISROના વૈજ્ઞાનિકોને મળવા માટે પહોંચ્યા પીએમ મોદી, વાત કરતા કરતા થઇ ગયા ભાવુક, જુઓ શું કહ્યું ?

વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા ભાવુક થયા PM મોદી, આંખોમાંથી છલક્યા ખુશીના આંસુ, જુઓ વીડિયો

Pm Modi Speech On Chandrayaan-3 : પ્રધાનમંત્રી મોદી ગ્રીસ પ્રવાસથી પરત ફર્યા અને તરત જ તેઓ સીધા જ ઈસરોના વૈજ્ઞાનિકોને મળવા માટે પહોંચી ગયા. ચંદ્રયાન-3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોની ટીમ સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા. બેંગલુરુમાં ભારતીય અવકાશ સંશોધનના કમાન્ડ સેન્ટરમાં બોલતા પીએમ મોદીએ કહ્યું, “ભારત ચંદ્ર પર છે. આપણું રાષ્ટ્રીય ગૌરવ ચંદ્ર પર છે.” તેમણે કહ્યું, “ચંદ્રયાન-3 મિશનની સફળતા એ ભારતના અવકાશ કાર્યક્રમના ઇતિહાસમાં એક અસાધારણ ક્ષણ છે.”

ગ્રીસમાં હતા PM મોદી :

અવકાશમાં 40 દિવસની સફર પછી, ચંદ્રયાન-3 લેન્ડર, ‘વિક્રમ’ બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નીચે પહોંચ્યું, અને ભારત આમ કરનાર પ્રથમ દેશ બન્યો. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટમાં ભાગ લઈ રહ્યા હતા અને આ કાર્યક્રમ દરમિયાન તેઓ ઈસરોના વૈજ્ઞાનિકો સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયેલા હતા. આ પછી તેમણે દ્વિપક્ષીય વાતચીત માટે ગ્રીસની મુલાકાત લીધી હતી.

ISROના વૈજ્ઞાનિકોને કરી સલામ :

આ દરમિયાન વડાપ્રધાન મોદી વૈજ્ઞાનિકોના વખાણ કરતા થોડીવાર માટે મૌન બની ગયા અને પોતાની ભાવનાઓને કાબૂમાં રાખીને પોતાની વાત આગળ રાખી. વૈજ્ઞાનિકોના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારી મહેનત, તમારી ધીરજને સલામ. પીએમ મોદીએ કહ્યું કે આ આજનો ભારત છે, લડતું ભારત. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘ઘણી વખત એવું થાય છે જ્યારે અધીરાઈ હોય, આ વખતે મારી સાથે પણ એવું જ થયું. હું દક્ષિણ આફ્રિકામાં હતો અને પછી ગ્રીસ ગયો પણ મારું હૃદય તમારી સાથે હતું.

મળવા માટે થતા હતા ઉત્સુક :

તેમને આગળ એમ પણ જણાવ્યું કે, “હું તમને શક્ય તેટલી વહેલી તકે મળવા માંગતો હતો અને તમને સલામ કરવા માંગુ છું. વડાપ્રધાને કહ્યું કે આજે હું એક અલગ પ્રકારની ખુશી અનુભવી રહ્યો છું. આવી ક્ષણો દુર્લભ છે. વડાપ્રધાનના કહેવા પ્રમાણે, ‘એક સમય એવો હતો જ્યારે અમારી ગણતરી ત્રીજી હરોળમાં થતી હતી. આજે વેપારથી લઈને ટેકનોલોજી સુધી ભારતની ગણતરી પ્રથમ હરોળમાં ઊભેલા દેશોમાં થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ચંદ્રયાન લેન્ડ થવાની ઘટના ભુલાતી નથી :

“ત્રીજી લાઇનથી પ્રથમ લાઇન સુધીની આ સફરમાં આપણી ‘ઇસરો’ જેવી સંસ્થાઓની મોટી ભૂમિકા છે. આજે સમગ્ર વિશ્વ ભારતની વૈજ્ઞાનિક શક્તિને ઓળખે છે. ચંદ્રયાન મહાભિયાન માત્ર ભારતની જ સફળતા નથી પરંતુ સમગ્ર માનવતાની સફળતા છે. 23મી ઓગષ્ટના દિવસની દરેક સેકન્ડ મારી નજર સામે ફરી રહી છે. જ્યારે લેન્ડર વિક્રમ લેન્ડ થયું ત્યારે અહીં ISRO સેન્ટરમાં દેશભરના લોકો ઉમટી પડ્યા હતા, તે દ્રશ્ય કોણ ભૂલી શકે છે. કેટલીક યાદો અમર બની જાય છે, તે ક્ષણ અમર બની જાય છે.”

Niraj Patel