‘પપ્પુની દુકાને PM મોદીએ લીધી ચાની ચુસ્કી, સામાન્ય માણસો વચ્ચે ચા પીતા દેખાયા

યુપી મતદાનના અંતિમ ચરણના પ્રચાર દરમ્યાન પીએમ મોદીએ શુક્રવારે બનારસમાં રોડ શો કર્યો હતો. વારાણસીમાં રોડ શો અને કાશી વિશ્વનાથ ધામમાં પૂજા કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદીએ પૂજા પત્યા પછી મદન મોહન માલવીય મૂર્તિ પર માલ્યાપર્ણ કર્યું હતું ત્યારબાદ નરેન્દ્ર મોદી અસ્સી ઇલાકાની મશહૂર ચાની દુકાન પર ગયા હતા. ત્યાં તેમને સામાન્ય જનતા સાથે બેસીને ચાની ચુકસી લીધી હતી.

પીએમ મોદી જે ચાની દુકાન પર પહોંચ્યા હતા તે અસ્સી ઇલાકામાં ‘પપ્પુ કી અડ્ડી’ના નામથી એક દુકાન ફેમસ છે. ચાની દુકાન પર પહોંચ્યા પછી નરેન્દ્ર મોદીનું સ્વાગત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી માટે ચા બનાવવા અને ચા પીરસવાનું કામ પપ્પુના છોકરા દુકાનદાર મનોજે કર્યું હતું.

પીએમ મોદી વારાણસીમાં મલદહીયા ઇલાકાના રોડ શો કરતા વિશ્વનાથ ધામ પહોંચ્યા અને વિશ્વનાથ મંદિરમાં દર્શન પૂજન કર્યા પછી ગાડીમાં બેસીને સીધા લંકા ઇલાકામાં સ્થિત માલવીયજીની પ્રતિમા પર માલ્યાપર્ણ માટે નીકળ્યા હતા. માલ્યાપર્ણ બાદ અસ્સી ઇલાકાથી નીકળતા પીએમ મોદીએ કાફલાને રોક્યો અને પપ્પુ ચાય કી અડ્ડી પર પહોંચ્યા હતા.

પપ્પુની દુકાન પર ચા પીધા પછી જોડે જ ગોપાલના પાનની દુકાનને જોતા પ્રધાનમંત્રી રોકાયા અને તેમણે બનારસી પાન ખાધું હતું. વારાણસીમાં 3 કિલોમીટર લાંબા રોડ શો પછી પીએમ મોદી કાશી વિશ્વનાથ ધામ પહોંચ્યા હતા. ત્યાં પૂજારી પ્રમાણે વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી હતી.

કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને આશીર્વાદ લીધા પછી પીએમ મોદી બાબા વિશ્વનાથ ધામમાં પરિસરના જનતા સાથે પહોંચ્યા અને વાતચીત કરી હતી. આ દરમ્યાન પીએમ મોદીએ ડમરુ લીધું અને તેને થોડા સમય સુધી વગાડતા રહ્યા. આ દરમ્યાન હર હર મહાદેવ અને જય શ્રી રામના નારા ગુંજતા હતા.

Patel Meet