ખબર

ક્યારે મળશે કોરોનાની વેક્સિન? પીએમ મોદીએ કરી મોટી જાહેરાત

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસને નાથવા માટે દુનિયાભરના લોકો વેક્સિનની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ઘણી કંનપીઓ દ્વારા વેક્સિનને લઈને દાવા પણ કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ સમાચાર આપણને મળ્યા નહોતા, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ દેશને આવતા અઠવાડિયાથી વેક્સિન આવી જવાના સંકેતો આપી દીધા છે.

Image Source

આજે સરકાર દ્વારા વિડીયો કોલના માધ્યમથી યોજાયેલી સર્વદલીય બેઠકની અંદર પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાંક સપ્તાહમાં રસી તૈયાર થઈ જશે.

Image Source

પ્રધાનમંત્રી મોદીની વેક્સિન કંપનીઓ સાથે ચર્ચા પછી તેમની આ પહેલી અને મહત્વની બેઠક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ, પૂણે અને હૈદરાબાદ જઈને મેં જોયું કે, વેક્સિન મેન્યુફેક્ચરિંગ અંગે તૈયારીઓ કેવી છે. ICMR અને ગ્લોબલ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે તાલમેલ કરવામાં આવી રહ્યો છે. તમામ કમર કસીને તૈયાર છે. લગભગ 8 એવી સંભવિત વેક્સિન છે, જે ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે. જેનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ થયું છે.

પ્રધાનમંત્રીની આ બેઠક બાદ દેશવાસીઓને લાગી રહ્યું છે કે આગામી ટૂંક સમયમાં જ હવે વેક્સિન મળી જશે. પ્રધાનમંત્રી મોદીના જણાવ્યા અનુસાર પહેલાં તબક્કામાં હેલ્થકેર વર્કર્સ, પછી ફ્રન્ટલાઇન વર્કર્સ, અને વૃદ્ધ લોકોને અને ગંભીર બીમારીઓ સાથે જોડાયેલા લોકોને રસી લગાવવામાં આવશે.