PM મોદીએ માતાની નનામી સામે કર્યા દંડવત પ્રણામ, પુષ્પાંજલિ આપ્યા બાદ ઉઘાડા પગે જ અર્થીને કાંધ આપી લઇ ગયા સ્મશાનગૃહ, સિક્યોરિટી પણ ના રાખી સાથે

ખુબ જ સાદગી સાથે થયા માતા હીરાબાના અંતિમ સંસ્કાર, અર્થીની કાંધ આપતા પગમાં પગરખાં પણ પહેરવાનું ભૂલી ગયા પીએમ મોદી… જુઓ વીડિયો

ગઈકાલે આખા દેશ માટે એક સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી. લોકોની સવારમાં જયારે આંખ ખુલી અને લોકોએ પોતાનું સોશિયલ મીડિયા ખોલ્યું કે તરત જ તેમને પ્રધાનમંત્રી મોદીજીની માતા હોરાબાના નિધનના સમાચાર મળ્યા. જેના બાદ તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ પણ જોવા મળી, આ ઉપરાંત રાજકીય નેતાઓ દ્વારા પણ પ્રધાનમંત્રી મોદીને સાંત્વના પણ આપવામાં આવી.

માતાના નિધનની ખબર મળતા જ પ્રધાનમંત્રી મોદી તાત્કાલિક ગાંધીનગર તેમના ભાઈ પંકજ મોદીના ઘરે આવવા માટે રવાના થઇ ગયા અને ભાઈના ઘરે આવતા જ તેમને માતા હીરાબાની નનામીને દંડવત પ્રણામ પણ કર્યા હતા. સાથે જ પુષ્પાજંલી પણ અર્પણ કરી હતી. હીરાબાએ UN મહેતા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના નિધનની જાણકારી પણ પીએમ મોદીએ જ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પીએમ મોદી તેમના માતાની સૌથી નજીક હતા અને માતાને ખોવાણું દુઃખ તેમની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું. છતાં પણ ભારે હૈયું રાખીને તેમને પોતાની આંખોમાં આંસુઓ ના આવવા દીધા. માતાની અંતિમ યાત્રામાં પણ જયારે તેમને હીરાબાની અર્થીને કાંધ આપી ત્યારે તે પગમાં પખરખા પહેરવાનું પણ ભૂલી ગયા હતા. તેમના ભાઈઓ સાથે માતા હીરાબાને સેક્ટર 30માં આવેલા સ્મશાન ગૃહમાં લઇ જવામાં આવી અને ત્યાં તેમને મુખાગ્નિ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હીરાબાના નિધન બાદ સાદગીની એક ઝલક પણ જોવા મળી હતી. સવારે સાડા ત્રણ વાગે હીરાબાના નિધનની જાણકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવી. જેના બાદ કોઈ રાજકીય નેતા કોઈ વીઆઈપી પણ હોસ્પિટલમાં નહોતા દેખાય. પ્રધાનમંત્રી મોદીની ટ્વીટ બાદ લોકોને પણ તેમની માતાના નિધનની જાણ થઇ. પીએમ મોદીએ પણ ખુબ જ સાદગી સાથે માતાને અંતિમ વિદાય આપી, આ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ પણ તેમની આસપાસ જોવા ના મળ્યા.

Niraj Patel