PM નરેન્દ્ર મોદીનું બેન્ક બેલેન્સ છે ફક્ત આટલું, કુલ નેટવર્થ જાણીને નવાઈ લાગશે

દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ 3.07 કરોડ રૂપિયા છે. અધિકારીક આંકડા અનુસાર છેલ્લા વર્ષે તેમની સંપત્તિ 2.85 કરોડ રૂપિયા હતી, જેમાં આ વર્ષે 22 લાખ રૂપિયાનો વધારો આવ્યો છે. કેટલાક મંત્રીઓની જેમ પીએમ મોદી શેરબજારમાં કોઇ જ નિવેશ કરતા નથી. પ્રધાનમંત્રી તરફથી કરવામાં આવેલ સેલ્ફ ડિક્લેરેશન અનુસાર તેમનું નિવેશ 8.9 લાખના રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, 1.5 લાખની જીવન વિમા પોલિસીઓ અને L&T ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડના રૂપમાં છે. જેને તેમણે વર્ષ 2012માં 20 હજાર રૂપિયામાં ખરીદ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપત્તિમાં વૃદ્ધિ મુખ્ય રૂપથી SBIની ગાંધીનગરની શાખામાં તેમના ફિકસ્ડ ડિપોઝિટને કારણે થઇ છે. પીએમ દ્વારા દાયર સ્વ ધોષણા અનુસાર, ફિકસ્ડ ડિપોઝિટની રાશિ 31 માર્ચ 2021ના રોજ 1.86 કરોડ રૂપિયા હતી. જયારે છેલ્લા વર્ષે 1.6 કરોડ રૂપિયા હતા. પ્રધાનમંત્રી પાસે કોઇ વાહન નથી. તેમની પાસે ચાર સોનાની વીંટી છે જેની કિંમત 1.48 લાખ રૂપિયા છે. 31 માર્ચ 2021ના રોજ તેમનું બેંક બેલેન્સ 1.5 લાખ રૂપિયા અને કેશ 36000 રૂપિયા હતી, જે પાછળના વર્ષની તુલનામાં ઓછુ છે.

નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદથી કોઇ નવી સંપત્તિ ખરીદી નથી. વર્ષ 2002માં ખરીદવામાં આવેલી તેમની એકમાત્ર આવાસીય સંપત્તિનું મૂલ્ય 1.1 કરોડ રૂપિયા છે. આ એક સંયુક્ત સંપત્તિ છે અને તેમાં પીએમનો માત્ર એક ચતુર્થાંઉંસ ભાગ જ છે. કુલ 14,125 વર્ગ ફૂટની આ સંપત્તિમાંથી પીએમ મોદીના ભાગમાં 3531 વર્ગ ફૂટની જમીન છે.

અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન સરકારે નિર્ણય લીધો હતો કે સાર્વજનિક જીવનમાં વધારે પાર્રદશિતા માટે બધા કેંદ્રીય મંત્રીઓને પ્રત્યેક વિત્તીય વર્ષના અંતમાં જાતે તેમની સંપત્તિ અને દેનજારિયોની ઘોષણા કરવાની. પીએમ મોદીની ઘોષણાઓ સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ છે અને તેને પીએમની મોદીની વેબસાઇટ પર જોઇ શકાય છે.

Shah Jina