ખબર મનોરંજન

આ અભિનેત્રીના દીકરાએ PM મોદીનો ફોટો જોઈને કર્યું કંઈક એવું કે ખુદ મોદીજીએ ટ્વીટ કરવું પડ્યું

બોલીવુડની હિરોઈનના દીકરાએ એવું કર્યું કે PM મોદી પોતાની સેલ્ફને રોકી ન શક્યા અને…

આપણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈને કોઈ રીતે ચર્ચામાં જરૂર આવતા હોય છે, વળી તેમની નજર પણ એટલી ચાંપતી છે કે સોશિયલ મીડિયામાં થતી એક્ટિવિટીને પણ તેઓ નજરઅંદાઝ નથી કરતા. ઝીણામાં ઝીણી વાતનો જવાબ પણ મોદીજી આપવાનું નથી ચુકતા.

Image Source

ગયા વર્ષે ૨૦૧૯ માં  બૉલીવુડ અભિનેત્રી ગુલ પનાગે પોતાના દીકરાનો એક વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર શૅર કર્યો જેનો જવાબ ખૂદ મોદીજીએ આપવો પડ્યો. ચાલો જાણીએ એવું તે શું હતું એ વીડિયોમાં?

Image Source

અભિનેત્રી ગુલ પનાગે જે વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો તેમાં તેનો દીકરો નિહાલ એક મેગેઝીનમાં મોદીજીનો ફોટો જોઈને તેમને ઓળખી જાય છે. ગુલ તેને પૂછે છે કે આ કોણ છે ત્યારે તે “મોદીજી મોદીજી” કહી રહ્યો હોય છે, ગુલનું કહેવું છે કે તેનો દિકરો નિહાલ હવે સરળતાથી મોદીજીને કોઈ સમાચારપત્રમાં કે કોઈ મેગેઝીનમાં ફોટા દ્વારા ઓળખી લે છે, આજે સવારે જ તેને એક મેગેઝીન સાથે મેં મોદીજીની ઓળખ કરતા જોયો અને તરત મેં એનો વીડિયો પણ બનાવી લીધો.

ગુલે ટ્વીટર ઉપર આ વીડિયો પોસ્ટ કરી મોદીજીને ટેગ પણ કર્યા હતા. મોદીજીની નજર આ વીડિયો ઉપર પડતાં. ગુલની ટ્વીટને રીટ્વીટ કરી ગુલના દીકરાને આશીર્વાદ પણ આપ્યા હતાં સાથે એમ પણ કહ્યું કે “બહુ જ પ્રેમાળ, નાના નિહાલને મારા આશીર્વાદ જરૂર આપજો. એ જે પણ ક્ષેત્રમાં જવા ઈચ્છે છે તેના માટે બહુ જ બધી શુભકામનાઓ, તમારામાં એને એક સારા મેન્ટર અને ગાઈડ જરૂર મળશે.”