પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રીવાબા જાડેજાના આ કામ માટે કર્યા ખુબ જ વખાણ, પતિ રવિન્દ્ર જાડેજાએ PM મોદીનો પત્ર કર્યો શેર, જુઓ શું કહ્યું..

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા તેમની રમતને લઈને ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. આ ઉપરાંત તેમના અંગત જીવનને લઈને પણ તે ખુબ જ ચર્ચામાં રહે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ ગુજરાતનું એક મોટું નામ છે, રાજકારણ સાથે સંકળાયેલા રીવાબા તેમના સેવાકીય કાર્યોના કારણે પણ લોકોની વચ્ચે છવાયેલા રહે છે, તેમના ઘરમાં આવતા કોઈપણ શુભ પ્રસંગે તે એવું કામ કરે છે જે કેટલાય લોકોનું દિલ જીતી લે છે.

ત્યારે સામાન્ય જનતા તો રીવાબાના આ સેવાકીય કાર્યોના વખાણ કરતી જ હોય છે, ત્યારે હવે ખુદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પણ રીવાબાના એક કામ માટે ખુબ જ વખાણ કર્યા છે અને તેમને એક પત્ર પણ લખ્યો છે. રીવાબાના પતિ રવિન્દ્ર જાડેજાએ આ પત્રને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જે હાલ ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રીવાબાની પુત્રીના જન્મદિવસના અવસર પર વંચિત છોકરીઓને મદદ કરવાની પહેલની પ્રશંસા કરી છે. સ્ટાર ઓલરાઉન્ડરે 8મી જૂને જાહેરાત કરી હતી કે તેની પત્નીએ તેમની દીકરી નિધ્યાનાબાના 5મા જન્મદિવસની ઉજવણી માટે જામનગર પોસ્ટ ઓફિસમાં 101 સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા હતા.

જાડેજાએ પોતાની ટ્વિટર પોસ્ટમાં પીએમ મોદી અને સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણનો પણ આભાર માન્યો હતો. રીવાબા જાડેજા અવારનવાર જામનગર પોસ્ટ ઓફિસમાં જોવા મળે છે. તે વિસ્તારની વંચિત છોકરીઓના કલ્યાણ માટે પોતાની પહેલ પર કામ કરી રહી છે. જાડેજા અને તેની પત્નીએ 101 ખાતામાં 11000 રૂપિયા જમા કરાવ્યા છે. અગાઉ જાડેજાની કોવિડ-19 રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવાના પ્રયાસો બદલ પણ પ્રશંસા કરવામાં આવી હતી. તે સમયે પણ પીએમ મોદીએ પત્રમાં જાડેજા અને તેમની પત્નીના સામાજિક કલ્યાણ માટેના યોગદાનની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાનને દ્વારા મોકલવામાં આવેલા આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, “પોસ્ટ ઓફિસમાં 101 છોકરીઓ માટે 101 સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવાના તમારા ઈશારા વિશે જાણીને ખૂબ આનંદ થયો. તમારી પુત્રી નિધ્યાના 5મા જન્મદિવસની ઉજવણી માટે દરેક ખાતામાં પ્રારંભિક રકમ જમા કરાવવાની સખાવતી પહેલ પ્રશંસનીય છે. તમે સમાજના ભલા માટે યોગદાન આપતા રહો. આવા સ્વૈચ્છિક પ્રયાસોથી સમાજમાં સકારાત્મક સંદેશ આવશે અને દરેકને પ્રેરણા મળશે.”

Niraj Patel