પીએમ મોદીએ કરોલ બાગના રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાં ટેક્યુ માથુ, શ્રદ્ધાળુઓ સાથે કિર્તનમાં વગાડ્યુ કરતાલ- જુઓ વીડિયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે એટલે કે આજે રવિદાસ જયંતિ નિમિત્તે દિલ્હીના કરોલ બાગમાં શ્રી ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મંદિરમાં આવેલા ભક્તો સાથે વાતચીત કરી અને મહિલાઓ સાથે ‘શબ્દ કીર્તન’માં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓ કરતાલ વગાડતા જોવા મળ્યા હતા. તમામ સ્થળોએ સંત રવિદાસના મંદિરોને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા. આ સમય દરમિયાન, મંદિરોમાં પણ ભીડ થવા લાગી.

સંત રવિદાસ 15મીથી 16મી સદી દરમિયાન ભક્તિ ચળવળ સાથે સંકળાયેલા હતા અને તેમના સ્તોત્રો ગુરુ ગ્રંથ સાહિબમાં સામેલ છે. તેમને 21મી સદીના રવિદાસીય ધર્મના સ્થાપક માનવામાં આવે છે. સંત રવિદાસની 645મી જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદી દિલ્હીના કરોલબાગમાં રવિદાસ વિશ્રામ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રથમ સંત રવિદાસના દર્શન કર્યા હતા. બાદમાં તેઓ ભજન ગાતા ભક્તોની વચ્ચે બેસી ગયા.

રવિદાસ જયંતિ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં રવિદાસ જયંતિના અવસર પર ઘણા મોટા નેતાઓ તેમના જન્મસ્થળ પર પહોંચી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બુધવારે વારાણસીના સિરગોવર્ધનપુરમાં સંત રવિદાસ મહારાજના જન્મસ્થળ પર પહોંચ્યા. તેમણે સંત રવિદાસ મહારાજના મંદિરે દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી યોગી પણ સવારે 10 વાગે રવિદાસ મંદિર પહોંચ્યા હતા.

ચૂંટણી પહેલા દલિત સમાજના મતદારોને રીઝવવા તમામ પક્ષોના અગ્રણી નેતાઓ રવિદાસ જયંતિ પર રવિદાસ આશ્રમ પહોંચી રહ્યા છે. પંજાબમાં સંત રવિદાસના અનુયાયીઓ મોટી સંખ્યામાં છે. પંજાબના લોકો 16 ફેબ્રુઆરીએ રવિદાસ જયંતિના અવસરે વારાણસી જાય છે. અહીં સેરગોવર્ધન ગામમાં સંત રવિદાસનો જન્મ થયો હતો. દર વર્ષે તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં પહેલા 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ લોકો રવિદાસ જયંતિ પર વારાણસી જાય છે, તેથી લોકો મતદાન કરવા આવતા નથી, જેના કારણે ચૂંટણીની તારીખ લંબાવવામાં આવી હતી. હવે અહીં 20 ફેબ્રુઆરીએ મતદાન થશે.

Shah Jina