મહારાણી એલિઝાબેથના મૃત્યુ પર PM મોદી થયા દુઃખી દુઃખી, જુઓ શું લખ્યું

બકિંગહામ પેલેસે ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ II ના મૃત્યુની વિશે જાહેરાત કરી દીધી છે. એલિઝાબેથ બ્રિટનના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર સમ્રાટ રહી. બાલમોરલમાં એલિઝાબેથનું અવસાન થયું. તેણી 96 વર્ષની હતી. તે 70 વર્ષ સુધી ઇંગ્લેન્ડના રાજા હતા.

તમને જણાવી દઈએ કે મહારાણી ખૂબ બીમાર હતા. તેમણે આજે સ્કોટલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે પીએમ મોદીએ ટ્વીટ કરીને બ્રિટેનના મહારાણીના નિધન પર દૂખ વ્યક્ત કર્યું છે સાથે જ પરિવારને સાંત્વના આપતા એલિઝાબેથ-2 સાથેની જૂની યાદોને વાગોળી છે.

PM નરેન્દ્ર મોદીજીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ‘મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અમારા સમયની દિગ્ગજ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતાનો પરિચય આપ્યો. તેમના નિધનથી હું ઘણો દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારા સંવેદના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે’

હજુ એક એક ટ્વિટ કરતાં PM મોદીએ લખ્યું કે વર્ષ 2015 અને 2018 માં યુકેની મારી મુલાકાતો દરમિયાન, મારી રાણી એલિઝાબેથ II સાથે યાદગાર મુલાકાતો થઈ. હું તેમની હૂંફ અને દયાને ભૂલીશ નહીં. એક સભા દરમિયાન તેમણે મને મહાત્મા ગાંધીએ તેમના લગ્નમાં ભેટમાં આપેલો રૂમાલ બતાવ્યો. હું આ હંમેશા રાખીશ.

તમને જણાવી દઈએ કે 2022 વાળા આ વર્ષે જ જૂનમાં ઇંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનના 70 વર્ષ પૂર્ણ થયા હતા. જેના પગલે ચાર દિવસીય પ્લેટિનમ જ્યુબિલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહના ત્રીજા દિવસે, પ્રિન્સ ચાર્લ્સ અને તેમના દીકરા પ્રિન્સ વિલિયમે બકિંગહામ પેલેસની સામે એક વિશેષ કોન્સર્ટમાં રાણીનું સન્માન કર્યું હતું. આ સમારોહમાં લગભગ 22,000 લોકો પાર્ટીમાં એકઠા થયા હતા, જેની સામે ડાયના રોસ, રોક બેન્ડ ક્વીન, દુરાન દુરાન, એલિસિયા કીઝ અને અન્ય જેવા કલાકારોએ પરફોર્મ કર્યું હતું.

YC