ખબર

‘PM મોદી સારા મૂડમાં નથી’ ટ્રમ્પએ એવી વાત કહી કે ચીન ફફડી ઉઠશે- જાણો વિગત

હાલ ચીન અને ભારત વચ્ચેના સંબંધો સારા નથી. બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને ભારત વચ્ચેના વિવાદનેદૂર કરવા માટે મધ્યસ્થતાની ઓફર કરી છે. હાલમાં જ ટ્રમ્પએ પીએમ મોદી સાથે ચીન વિવાદને લઈને વાત કરી હતી.

Image Source

ટ્રમ્પએ કહ્યું હતું કે, પીએમ મોદી એ મહાનવ્યક્તિ હોય હું તેને બહુ જ પસંદ કરું છું. આસાથે જ કહ્યું હતું કે, બંને દેશ વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે.બન્ને દેશની વસ્તી અંદાજે 1.4 બિલિયન છે. ભારત અને ચીનની સેના પણ ખૂબ જ પાવરફુલ છે.

ટ્રમ્પએ બુધવારે એક ટ્વીટમાં કહ્યું હતું કે, તે બંને દેશ વચ્ચે ચાલી રહ્યો હોય બંને દેશઓની વચ્ચે મધ્યસ્થતા કરાવા તૈયાર, ઈચ્છુક અને સક્ષમ છે.

Image Source

આ સાથે જ ટ્રમ્પએ કહ્યું હતું કે, તેને પીએમ મોદીસાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, ચીન સાથે જે ચાલી રહ્યું છે તેના કારણે મોદી સારા મૂડમાં નથી.

જણાવી દઈએ કે, ભારતે બુધાવારે જ કહ્યું હતું કે, તે ચીન સાથે શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવા ઈચ્છે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.