પ્રધાનમંત્રી મોદી હવે કરશે 12 કરોડ રૂપિયાની મર્સીડીઝની સવારી, ગાડીની ખાસિયતો જાણીને આંખો પણ પહોળી થઇ જશે

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલામાં એક એવી કાર સામેલ થઇ છે જે તેમની એન્ટ્રીને બ્લોકબસ્ટર બનાવી રહી છે. રેન્જ રોવર અને ટોયોટા લેન્ડ ક્રુઝર સાથે પ્રધાનમંત્રીને મર્સીડીઝ માયબાક એસ 650 લકઝરી કાર મળી છે જે બુલેટપ્રુફ છે. પ્રધાનમંત્રી હાલમાં પોતાની નવી માયબાક 650 આર્મ્ડની સાથે ત્યારે દેખાય જ્યાં તે રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનની ભારત યાત્રા દરમિયાન તેમને હૈદરાબાદ હાઉસમાં મળવા ગયા હતા.

મર્સીડીઝ માયબાક એસ 650 ગાર્ડ લેટેસ્ટ ફેસલિફટેડ મોડલ છે. જે VR10 લેવલ પ્રોટેક્શન સાથે આવી છે અને અત્યારસુધીની કારમાં આપવામાં આવેલી સૌથી સારી સુરક્ષા છે. રિપોર્ટ પ્રમાણે મર્સીડીઝ માયબાક ગયા વર્ષે 10.5 કરોડ રૂપિયાની કિંમત ઉપર એસ 600 ગાર્ડ ભારતમાં લોન્ચ કરી હતી અને એસ 650ની કિંમત 12 કરોડ રૂપિયાથી પણ વધારે છે.

સ્પેશિયલ પ્રોટેક્શન ગાર્ડ અથવા તો એસપીજી ભારતના મુખિયાની સુરક્ષા માટે જવાબદાર હોય છે અને સામાન્ય રીતે તે નવી કાર માટે રિકવેસ્ટ મોકલે છે. એસપીજી સુરક્ષાની જરૂરિયાતને સમજે છે અને એ નક્કી કરે છે કે જે વ્યક્તિની સુરક્ષા કરવામાં આવી રહી છે તેને નવી કારની જરૂરિયાત છે કે નહિ.

મર્સીડીઝ માયબાક એસ650 ગાર્ડની સાથે ખુબ જ દમદાર 6.0 લીટર ટ્વીન ટર્બો વી 12 એન્જીન આપવામાં આવ્યું છે જે 516 બીએચપી તાકાત અને 900 એનેમ પીક ટૉર્ક કરે છે. તેની મહત્તમ સ્પીડ 160 કિમિ પ્રતિ કલાક હોય છે. આ ગાડીના દરવાજા અને બારીઓને કોઈ પણ બંદૂકની ગોળી ભેદી ના શકે, અહીંયા સુધી કે 2010 એક્સપ્લોઝન પ્રુફ વાહન રેટિંગ પણ તેને મળ્યા છે અને ફક્ત 2 મીટરની દુરી ઉપર 15 કિગ્રા ટીએનટી બ્લાસ થવા ઉપર પણ કારમાં બેઠેલા લોકો સુરક્ષિત રહે છે.

Niraj Patel