ખબર

આંધળા કરી દે એવો મ્યૂકરમાઈકોસિસને નાથવા પીએમ મોદીએ લીધો આ મોટો નિર્ણય

કોરોનાથી સજા થનાર દર્દીને મ્યુકરમાઈકોસિસનું ટેંશન થવા લાગ્યું છે અને કેસોમાં વધારો થયો છે. આ બીમારી સામાન્ય રીતે દર્દીના શરીરમાં ડાયાબિટીસ વધવાના કારણે થતો રોગ છે. જોકે હવે આ પરિસ્થિતિ બદલાઈ છે અને કોરાનાની સારવારમાં સ્ટીરોઈડ અને હેવી એન્ટીબાયોટીક દવાઓના કારણે મ્યુકરમાઈકોસિસ કેસમાં વધારો થઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક હાઈલેવલની મીટિંગ યોજી હતી. કોરોનાથી સાજા થયા બાદ અનેક લોકોમાં મ્યુકરમાઈકોસિસની ફરિયાદ જણાઈ રહી છે તેના અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ મીટિંગમાં ઓક્સિજન સપ્લાય અને દવાઓની ઉપલબ્ધતાનો રિવ્યુ કરવામાં આવ્યો હતો.

પીએમ મોદીને જાણકારી આપવામાં આવી કે સરકાર કોરોનાની સાથે મ્યુકોર માઇકોસિસની દવાઓના સપ્લાય અંગે પણ દેખરેખ રાખી રહી છે. બેઠકમાં હાજર રહેલા તમામ મંત્રીઓએ જણાવ્યું કે દવાઓનું પ્રોડક્શન વધારવા માટે મેન્યુફેક્ચરના સંપર્કમાં છે.

વડાપ્રધાનને જાણકારી આપવામાં આવી હતી કે રેમડેસિવિર જેવી દવાઓનું પ્રોડક્શન સતત વધી રહ્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ફાર્મા સેક્ટર અને સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ.

પ્રધાનમંત્રી મોદીને જણાવવામાં આવ્યું કે કોરોનાની પહેલી લહેરની તુલનામાં આ વખતે ઓક્સિજનનો સપ્લાય ત્રણ ગણો વધારી દેવાયો છે. પ્રધાનમંત્રીએ ઓક્સિજનની ઉપલબ્ધતા તથા સપ્લાયની સમિક્ષા કરી.

મ્યુકરમાયકોસિસના વિશે માહિતી

પહેલા સ્ટેજમાં ફંગસ નાકમાં થાય છે. બીજા સ્ટેજમાં તાળવામાં ફંગસ થાય છે ત્રીજા સ્ટેજમાં આંખ પ્રભાવિત થાય છે

ચોથા સ્ટેજમાં બ્રેઇન સુધી ફંગસ પહોંચી જાય છે

આ છે લક્ષણો

મોંમા રસી આવવી, મોંમાં છાલા પડી જવા,

આંખના નીચેના ભાગમાં સોજો આવી જવો, ત્વચાનું સંવેદન ખતમ થઇ જવું

આંખના નીચેના ભાગમાં દુખાવો થવો, દાંત હલવા લાગવા