હજુ તો થોડા દિવસ પહેલા જ PM મોદીએ માતા સાથે બેસીને માણ્યો હતો ચા પીવાનો આનંદ, કરી હતી ઘણી બધી વાતો.. જુઓ તસવીરો

“જો ભાઈ… હું સાધારણ વ્યક્તિ છું. મેં તને જન્મ આપ્યો છે, પણ સર્વશક્તિમાન ઈશ્વરે તારું ઘડતર કર્યું છે.” હીરાબાના આ શબ્દો PM મોદી માટે બનશે જીવનનું સંભારણું.. જુઓ છેલ્લી મુલાકાતની તસવીરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું આજે 100 વર્ષની ઉંમરમાં નિધન થયું છે, તેમના નિધન બાદ આખા દેશમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. વિરોધી પાર્ટીઓના રાજકીય નેતાઓ પણ તેમની માતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ મોદીજી ગુજરાતમાં આવ્યા ત્યારે હીરાબા સાથે નિરાંતે મુલાકાત લીધી હતી. ગત 4 ડિસેમ્બરના રોજ ગુજરાતની ચૂંટણી નિમિત્તે મોદીજી ગુજરાતમાં હતા.

ત્યારે આ 4 ડિસેમ્બરના રોજ હીરાબા સાથે કરેલી પીએમ મોદીની આ છેલ્લી મુલાકાત બની ગઈ હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને હીરાબા ચાની ચુસ્કી લેતા લેતા વાત ઓકર્તા પણ જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી મોદી હીરા બા સાથે તેમના નિવાસસ્થાન પર લગભગ 30 મિનિટ જેટલો સમય રોકાયા હતા.

શિયાળાની ઠંડીમાં સાંજના સમયે ચાની ચુસ્કી લેતા લેતા વાત કરી અને ત્યારબાદ તે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા. જેના બાદ બીજા દિવસે એટલે 5 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીએ મતદાન પણ કર્યું હતું. મોદીજી તેમની માતાની સૌથી નજીક હતા. તેમના પિતા નહોતા જેના કારણે માતાએ જ તેમને ઉછેરીને મોટા કર્યા અને આ કારણે મોદીજીને મા હીરાબા માટે ખાસ લગાવ હતો.

પોતાની માતા માટે એક બ્લોગમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, “માતાથી મોટો કોઈ ગુરુ નથી – ‘નાસ્તિ માત્ર સમો ગુરુઃ.” હીરબા હંમેશા મોદીજીના સપોર્ટમાં રહ્યા છે. ક્યારેય કોઈ જાહેર કર્યક્રમોમાં તે મોદીજી સાથે જોવા નથી મળ્યા. હીરાબાએ મોદીજીને કહ્યું હતું કે, “જો ભાઈ… હું સાધારણ વ્યક્તિ છું. મેં તને જન્મ આપ્યો છે, પણ સર્વશક્તિમાન ઈશ્વરે તારું ઘડતર કર્યું છે. તને શીખવ્યું છે અને તારું લાલનપાલન કર્યું છે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel