માંથી મોટું આ દુનિયામાં કોઈ નહીં, જુઓ PM Modiની માતા હીરાબા સાથેની અતિ દુર્લભ તસવીરો
આજે આખા દેશ માટે એક ખુબ જ દુઃખદ ખબર વહેલી સવારે જ આવી પહોંચી. પ્રધમનત્રી નરેન્દ્ર મોદીએ સવારે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમના માતૃશ્રી હીરાબા નિધન થયું છે, જેના બાદ સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ પણ હીરાબાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. હીરાબા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઘણી બધી યાદો પણ જોડાયેલી છે, મોદીજીએ હીરાબા પ્રત્યેનો માતૃપ્રેમ સદાય વ્યક્ત કર્યો છે અને તે તેમની તસવીરોમાં પણ જોવા મળે છે.
આપણે બધા જ જાણીએ છીએ કે પ્રધાનમંત્રી મોદી જયારે પણ ગુજરાતની મુલાકાતે આવે ત્યારે તેઓ સમય કાઢી અને ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને અચૂક મળવા જતા બે દિવસ પહેલા જ તેમની માતાની તબિયત ખરાબ તથા તેમને જયારે UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ મોદીજી તરત માતૃશ્રીના હાલ જોવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા.
મોદીજી જયારે પણ કોઈ કાર્યની શરૂઆત કરતા ત્યારે હીરાબાના આશીર્વાદ અવશ્ય લેતા હતા. ગુજરાતની ચૂંટણી સમયે પણ તેમને માતૃશ્રીના આશીર્વાદ પણ લીધા હતા. આ દરમિયાન તેમને હીરાબા સાથે ચા પણ પીધી હતી. જયારે હીરાબાએ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો ત્યારે પણ મોદીજી ઘરે આવ્યા હતા અને માતા સાથે ભગવાનના મંદિર પાસે બેસીને પૂજા તેમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી.
મોદીજી જેટલીવાર તેમની માતાને મળતા તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ પણ લેતા હતા. મોદીજીએ તેમની માતા સાથેની ઘણી બધી તસવીરો તેમના બ્લોગમાં પણ મૂકી છે. જેમાં તે હાથમાં ભગવદ ગીતા લઈને હિંચકા પર બેઠા બેઠા માતા સાથે વાતો કરતા પણ જોવા મળે છે. આ તસવીરમાં હીરાબા પણ મોદીજીના માથા પર હાથ મૂકી અને તેમને કઈ કહેતા પણ જોઈ શકાય છે.
જ્યારે મોદીજી પ્રધાનમંત્રી બન્યા ત્યારે હીરાબા પહેલી વાર દિલ્હી ગયા હતા અને ત્યારે મોદીજીએ તેમના નિવાસ્થાન પર હીરાબાને વ્હીલચેરમાં બેસાડીને બગીચામા પણ ફેરવ્યા હતા. આ તસ્વીરમાં પણ તેમનો માતા પ્રત્યેનો અતૂટ પ્રેમ જોઈ શકાય છે. મોદીજીએ માતાને બગીચામાં વિવિધ છોડ પણ બતાવ્યા હતા.
આ ઉપરાંત તસવીરમાં પ્રધાનમંત્રી મોદી અને હીરાબા ડાઇનિંગ ટેબલ પર બેસી અને ખીચડી ખાતા પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પણ હીરાબા મોદીજીના હંમેશા સપોર્ટમાં રહેતા હતા. તે પાસે હોય કે ના હોય તેઓ હંમેશા મોદીજીના કામ અને જીવન વિશે તેમને હિંમત આપતા રહેતા હતા.
જ્યારે PM મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું ત્યારે પણ હીરાબાએ આખું દૃશ્ય લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી નિહાળ્યું હતું. ગાંધીનગર તેમના નિવાસ સ્થાને ટીવીની સામે બેઠા બેઠા હીરાબા આ આખી ઘટના જોઈ રહ્યા હતા અને આ કામ માટે તેમને પ્રધાનમંત્રી મોદીને આશીર્વાદ આપ્યા હતા અને ધન્યતા પણ અનુભવી હતી.
કોરોના વાયરસ દરમિયાન જયારે પીએમ મોદીએ દરેક ઘરે દીવો પ્રજ્વલિત કરવાનું આહવાન કર્યું હતું ત્યારે હીરાબા પણ આ કાર્યમાં સહભાગી બન્યા હતા. તેમને પણ પોતાના નિવાસ સ્થાને લાઈટ બંધ કરી અને દીવો પ્રજ્વલિત કરી પોતાના હાથમાં રાખ્યો હતો. જેની તસવીર પણ સામે આવી હતી.
આ ઉરપટ જયારે મોદીજીએ ભ્રષ્ટચાર રોકવા માટે નોટબંધી કરી હતી ત્યારે પણ હીરાબાએ તેમને સમર્થન આપ્યું હતું. હીરાબા પણ સામાન્ય માણસોની જેમ જ કરન્સી બદલાવવા માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા. તેઓ ગાંધીનગરમાં આવેલી એક બેંકમાં નોટ બદલાવવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા.