ખબર

શું હજુ એક મહિનો લંબાઈ શકે છે લોકડાઉન ? જાણો વડાપ્રધાન મોદીએ સીએમ સાથેની બેઠકમાં શું લીધો નિર્ણય

કોરોના વાયરસના ખાતરના કારણે ભારતમાં એક દિવસના જનતા કર્ફ્યુ બાદ 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ બીજા 19 દિવસનું લોકડાઉન પણ જાહેર કરી દેવામાં આવ્યું, અને આ 19 દિવસ પૂર્ણ થવામાં પણ હવે થોડો જ સમય બાકી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફ્રન્સ દ્વારા બેઠક યોજી હતી.

Image Source

અલગ અલગ રાજ્યોના મંત્રીઓ સાથે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે: ” હજારો લોકોના જીવ બચાવવાના પ્રયત્નો મહત્ત્વના છે, પહેલા લોકડાઉનમાં કડકાઇ અને બીજા લોકડાઉનમાં કેટલીક છૂટછાટ આપવાથી કેટલાક અનુભવ થયા છે, અમને સતત નિષ્ણાંતોના સૂચનો મળી રહ્યા છે. હવે મનરેગા સહિત કેટલાય ઉદ્યોગોનું કામ શરૂ થઇ ગયું છે.”

Image Source

પ્રધાનમંત્રીએ આ બેઠક માં તમામ રાજ્યોના સીએમને આદેશ કર્યો છે કે રાજ્ય સરકારો પોતાની રીતે નીતિઓ તૈયાર કરે કે લોકડાઉનને કેવી રીતે ખોલી શકાય, જેમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવતા જિલ્લાઓને અલગ કરી રાજ્યો પોતાની રીતે લોકડાઉનના નિર્ણયો લઇ શકે છે. જે જિલ્લાઓમાં સંક્રમિતઓની સંખ્યા વધારે છે અને વધારે કેસ આવી રહ્યા છે ત્યાં લોકડાઉન યથાવત રહેશે. અને જે રાજ્યોમાં ઓછા કેસ આવી રહ્યા છે ત્યાં તબક્કાવાર છૂટછાટ અપાશે.

પ્રધાનમંત્રીએ અર્થવ્યવસ્થાની વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યો અર્થવ્યવસ્થાની ચિંતા ના કરે, આપણી અર્થવ્યવસ્થા સારી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દેશને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જેમાંથી હજુ પણ 170 જિલ્લાઓ રેડ ઝોનમાં છે.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થયેલી આ બેઠકમાં દેશભરના મોટાભાગના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની અપીલ કરી હતી, જ્યારે અમુક રાજ્યો એવા પણ છે, જેમણે લોકડાઉનમાં થોડી ઢીલ આપવા માટે પણ અનુરોધ કર્યો હતો. ત્યારે આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે દેશને ઘણો લાભ થયો છે. બીજા દેશોની તુલનામાં ભારતની સ્થિતી ઘણી સારી છે.

આ કોન્ફરન્સમાં 10 રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવા અંગે સલાહ આપી છે. હાલમાં જે રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવા દિલ્હી, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો પણ સામેલ છે. તેલંગાણાએ તો પહેલાથી જ 7 મે સુધી લોકડાઉં વધારી દીધું છે.

આમ હાલની પરિસ્થિતિ જોતા કોરોના વાયરસનો ખતરો હજુ દેશમાંથી સંપૂર્ણ ગયો નથી, અને લોકડાઉન ખોલી દેતા પરિસ્થિતિ વધુ બગડી પણ શકે છે જેના કારણે અનુમાન લગાવી શકાય છે કે લોકડાઉનમાં વધારો થઇ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.