ખબર

મોદીએ બીચ પર 30 મિનિટ જોગિંગ કરીને જાતે કચરો ઉઠાવ્યો, જુઓ વિડીયો ક્લિક કરીને

સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરનારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જાતે જ આ અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું છે. મોદીજીએ શનિવારની સવારે મહાબલિપુરમના દરિયા કિનારા પર સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને લોકોને સાફ-સફાઈ પ્રતિ જાગરૂક રહેવાનો સંદેશ પણ આપ્યો છે.

મોદીજીએ આ અભિયાન દરમિયાન દરિયા કિનારાનો કચરો જાતે જ ઉઠાવીને સાફ-સફાઈ કરી હતી. મોદીજીએ કહ્યું કે સ્વચ્છતાથી જ આપણે લોકો સ્વચ્છ અને સ્વસ્થ રહેશું. મોદીજીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોતાનો આ વિડીયો શેર કરીને લોકોને સ્વચ્છતા માટેનો સંદેશ આપ્યો છે.

વીડિયોમાં મોદીજી દરિયા કિનારે કચરો ઉઠાવી રહેલા દેખાઈ રહ્યા છે. વીડિયોને શેર કરતા મોદીજીએ લખ્યું કે,”આજે સવારે મમલ્લાપુરમના દરિયા કિનારા પર 30 મિનિટ સુધી સાફ-સફાઈનું અભિયાન ચલાવ્યું. મારા દ્વારા ઉઠાવવામાં આવેલો કચરો મેં હોટેલ સ્ટાફના જેયારાજને સોંપી દીધો.” મોદીજીએ આગળ કહ્યું કે,”આપણે બધાએ સુનિશ્ચિત કરવું જોઈએ કે સાર્વજનિક સ્થાન સાફ-સુથરા એકદમ સ્વચ્છ રહે. એવું પણ સુનિશ્ચિત કરીએ કે આપણે લોકો સ્વસ્થ અને ફિટ રહીએ.”

જણાવી દઈએ કે મોદીજી ત્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા માટે ગયા હતા. બંન્ને વચ્ચે શુક્રવારની સાંજે મિટિંગ થઇ હતી. રાતે જમવાના સમયે મોદીજી એને જિનપિંગ વચ્ચે અઢી કલાક જેટલી ચર્ચા ચાલી હતી. આ મિટિંગમાં આતંકવાદ, વ્યાપારિક સંતુલન વગેરે વિશે ચર્ચા થઇ હતી.

આ સિવાય મોદીજીએ જિનપિંગને ચેન્નાઇથી 60 કિલોમીટર દૂર સ્થિત પ્રસિદ્ધ મૂર્તિકલા શહેર મહાબલીપુરમના ત્રણ મહત્વપૂર્ણ સ્મારકોની વાસ્તુકલા અને મહત્વ વિશે પણ વિસ્તરાથી જણાવ્યું હતું.

આ મૌકા દરમિયાન મોદીજી પારંપરિક તમિલ પરિધાન વિષ્ટિ(સફેદ ધોતી), સફેદ કોટી અને ખંભા પર અંગોછા રાખેલા જોવા મળ્યા હતા. મોદીજીએ બીજા અનૌપચારિક ભારત-ચીન શિખર સમ્મેલન માટે મહાબલિપુરમ પહોંચેલા શી જિનપિંગનું સ્વાગત કર્યું.

મોદીજી અર્જુન તપસ્તા સ્થળની પાસે શી જિનપિંગને મળ્યા અને તેને ભવ્ય મંદિરની અંદર લઇ ગયા હતા. મંદિરમાં પ્રવેશ કર્યા પછી મોદીજીએ જિનપિંગને અહીંની મંદિરની નક્કાશી, પારંપરિક સભ્યતા અને સંસ્કૃતિ વગેરે વિશે જણાવ્યું હતું. મોદીજી આ મૌકા દરમિયાન એક ગાઈડની જેમ શી જિનપિંગને વિશાળ ચટ્ટાન પર આંકવામાં આવેલી છબીઓ વિશેની માહિતી આપતા જોવા મળ્યા હતા.

જુઓ મોદીજીનો દરિયા કિનારે કચરો ઉઠાવવાનો વિડીયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.