ખબર

વડાપ્રધાન મોદીએ કર્યું ગુજરાતની શાન સમા ગરવી ગુજરાત ભવનનું લોકાર્પણ, જાણો શું છે દિલ્હીમાં બનેલા આ ભવનની ખાસિયતો

દેશની રાજધાની દિલ્હીમાં 2 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગરવી ગુજરાત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન દિલ્હીના વિજ્ઞાન ભાવનામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગરવી ગુજરાત ભવનના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવતાની સાથે જ ગુજરાત ભવનની સુવિધાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. સાથે જ વડાપ્રધાને જણાવ્યું હતું કે ગરવી ગુજરાત ભવન ગુજરાતના સાંસ્કૃતિક, આર્થિક વિકાસના મોડેલની સાથે સાથે ન્યુ ઇન્ડિયાનું પ્રત્યક્ષ પ્રમાણ પણ છે. દેશની રાજધાનીમાં વિવિધ રાજ્યોના કલ્ચર, આર્ટ અને હેન્ડીક્રાફ્ટને શો-કેસ કરવામાં આવા ભવનો ઉપયુક્ત બનશે.

Image Source

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને યાદ કર્યો હતો. સાથે જ તેમને ગુજરાત ભવનના નિર્માણની પ્રક્રિયાની ઝાંખી કરાવી હતી.

Image Source

દેશની રાજધાની દિલ્હીમાં 131 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયેલ ‘ગરવી ગુજરાત ભવન’નું દિલ્હીના અકબર રોડ પર બનાવવામાં આવ્યું છે. આ ભવનના નિર્માણ માટેનો નિર્ણય વડાપ્રધાન મોદીએ સત્તામાં આવ્યા બાદ 2014માં લીધો હતો. અહીં નોંધનીય છે કે વર્ષ 2017માં 25 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગરવી ગુજરાત ભવનનો શિલાન્યાસ કર્યો હતો. કોંગ્રેસ મુખ્યાલયથી ઓળખતા અકબર રોડની ઓળખ બદલાઈને હવે ગરવી ગુજરાત ભવન થઇ જશે.

Image Source

દિલ્હીમાં બે ગુજરાત ભવન છે, એક કૌટિલ્ય માર્ગ પર આવેલું છે અને અકબર રોડ પર આવેલા બીજા ગુજરાત ભવનનું લોકાર્પણ હજુ 2 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. અકબર રોડ પર જ્યા વીઆઈપી લોકોના નિવાસ છે ત્યાં જ ગરવી ગુજરાત ભવન બન્યું છે.

Image Source

કુલ સાત માળના આ ગરવી ગુજરાત ભવન ઇકો ફ્રેન્ડલી સુવિધાઓથી સજ્જ છે. 7 હજાર સ્કવેર મિત્રમાં ફેલાયેલા આ ગરવી ગુજરાતી ભવનની ઇમારત ગુજરાતની આધુનિકતા અને પરંપરા દર્શાવે છે. આ સુંદર ભવનમાં ગુજરાતના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, અને ઉચ્ચ અધિકારીઓના નિવાસ બનાવવામાં આવ્યા છે. જો કે સામાન્ય જાણતા અહીં એક પણ રૂમ બુક કરાવી શકશે નહિ. આ ભવનમાં 19 સ્યુટ રૂમ, 59 બીજા રૂમ્સ, 200 લોકો એક સાથે બેસી શકે એવો કોન્ફ્રન્સ હોલ, લાયબ્રેરી, યોગા સેન્ટર, રેસ્ટોરન્ટ, એક સાથે 75 લોકો બેસી શકે એવો ડાઇનિંગ હોલ અને વ્યાયામશાળા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગરવી ગુજરાત ભવનમાં હરિયાળી અને પાણીના સંવર્ધનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ગુજરાત ભવનમાં ગુજરાતી વાનગીઓના સ્વાદ માણી શકાશે. આ નવી ઇમારતનું નિર્માણ નાગરિકોની વધતી જરૂરિયાતો અને ઘસારાને પહોંચી વળવા માટે કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે આ ભવનના નિર્માણ માટે જમીન ફાળવી હતી. જયારે બાંધકામનો ખર્ચ ગુજરાત સરકારે કર્યો છે. રાજ્ય સરકારની માલિકી ધરાવતી આ ઇમારતનું નિર્માણ શાનદાર આધુનિક સુવિધાઓ સાથે કરવામાં આવ્યું છે. ગુજરાત ભવનના નિર્માણમાં આગરા અને ધૌલપુરના પથ્થરો વાપરવામાં આવ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks