ખબર

OH MY GOD – મોદીજી ડીસ્કવરીના આ શોમાં શું કરી રહ્યા છે? વાંચો સમગ્ર અહેવાલ

Discovery ચેનલના પ્રખ્યાત શો Man vs Wildમાં Bear Grylls સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળશે. આ શોનું પ્રસારણ Discovery ચેનલ પર 12 ઓગસ્ટે થશે. Man vs Wild શોના એક એપિસોડમાં વડાપ્રધાન નરેડન્દ્ર મોદી Bear Grylls સાથે એડવેન્ચર કરતા જોવા મળશે. જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. શોના હોસ્ટ Bear Grylls એ ટ્વીટર પર વિડીયો શેર કર્યો છે, તેમાં તેમની સાથે પીએમ મોદી ગાઢ જંગલની સફર કરતા દેખાઈ રહયા છે.

Image Source

આ વીડિયોને શેર કરતા Bear Gryllsએ ટ્વીટર પર લખ્યું છે કે ‘180 દેશોના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અનોખો ન જોયો હોય એવો અંદાજ જોવા મળશે. જેમાં તેઓ મારી સાથે ભારતના જંગલી વિસ્તારમાં ચાલશે અને આ દરમ્યાન પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણના મુદ્દાઓ પર પણ વાત કરશે.

આ એપિસોડનું પ્રસારણ 12 ઓગસ્ટના રોજ રાતે 9 વાગે કરવામાં આવશે. જે વિડીયો Bear Gryllsએ શેર કર્યો છે, એમાં વડાપ્રધાન મોદી Bear Grylls સાથે વાતચીત કરતા દેખાઈ રહયા છે. આ દરમ્યાન વડાપ્રધાન મોદી અને Bear Grylls બંને એક હોડીમાં બેસેલા પણ દેખાઈ રહયા છે. વીડિયોમાં બંને હસી મજાક કરતા પણ દેખાઈ રહયા છે.

Image Source

જણાવી દઈએ કે Man vs Wild એવો શો છે કે જે પર્યાવરણ અને જાનવરો વિશે આપવામાં આવતી જાણકારીને લઈને યુવાઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીથી પહેલા પણ ઘણી હસ્તીઓ સામેલ થઇ ચુકી છે. અહીં નોંધનીય છે એક અમેરિકાના પૌરવ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ડીસ્કવરીના આ શોમાં દેખાઈ ચુક્યા છે.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks</>