એમ્બ્યુલસને જોતા જ PM મોદીએ જુઓ શું કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ જનતાના દિલ પર રાજ કરતા નથી. આ સમયે તેઓ હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. ત્યારે હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, આ દરમિયાન PM પોતાનો કાફલો રોકવાને લઇને ચર્ચામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના છેલ્લા તબક્કામાં છે. આ ક્રમમાં વડાપ્રધાન મોદી પણ બુધવારે ચૂંટણી પ્રચાર માટે કાંગડા પહોંચ્યા હતા. અહીં તેમણે એમ્બ્યુલન્સ માટે પોતાનો કાફલો રોકાવ્યો હતો.

પીએમ મોદી હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે તેમની મુલાકાતને કારણે સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે. આ માટે તેમણે અધિકારીઓને વિશેષ સૂચનાઓ પણ આપી છે. પીએમ મોદીનો કાફલો રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એમ્બ્યુલન્સને જગ્યા આપવા માટે પીએમ મોદીએ તેમના કાફલાને રોક્યો હોવાનું જોવા મળ્યું હતું. પીએમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પીએમ મોદીનો કાફલો રોકાયો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ પસાર થઈ રહી છે.

પીએમ મોદી હિમાચલના હમીરપુરમાં રેલીમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક એમ્બ્યુલન્સ આવી. પીએમએ પ્રોટોકોલ તોડીને કાફલાને રોક્યો અને એમ્બ્યુલન્સને જવા માટે જગ્યા આપી. ઘણા લોકો તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. પીએમ મોદીની આ સંવેદનશીલતા ગયા મહિને ગુજરાતમાં પણ જોવા મળી હતી. જ્યારે પીએમને અમદાવાદથી ગાંધીનગર જતા રસ્તે એમ્બ્યુલન્સ દેખાઈ ત્યારે તેમણે તરત જ તેમનો કાફલો રોક્યો હતો.

તે સમયે પણ પીએમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે હિમાચલ પ્રદેશના ચંબીમાં જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું કે હવે કોંગ્રેસની સરકાર માત્ર બે રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં રહી ગઈ છે. પરંતુ અહીંથી ક્યારેય વિકાસના સમાચાર નથી આવતા, માત્ર પરસ્પર ઝઘડાના અહેવાલો આવે છે.

Shah Jina