ખબર

PM નરેન્દ્ર મોદીનું બેંક બેલેન્સ માત્ર આટલું જ છે , જાણીને ચોંકી જશો

લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવાના છે. શુક્રવારના રોજ તેમને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. તેમણે રિટર્નિંગ ઓફિસરને જમા કરાવેલી એફિડેવિટમાં ભરેલી વિગતો જાણીને તમે ચોંકી જશો.

Image Source

વડાપ્રધાન મોદીએ જમા કરાવેલી એફિડેવિટમાં તેમનું બેંક બેલેન્સ માત્ર 4,143 રૂપિયા છે અને તેમની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) 1,27,81,574 રૂપિયાની છે. એફિડેવિટમાં ભરેલી વિગતો અનુસાર, તેમની પાસે પોતાનું કોઈ જ વાહન નથી અને અત્યાર સુધીમાં તેમને કોઈ જ લોન નથી લીધી.

Image Source

વડાપ્રધાન મોદી પાસે મેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ 7,61,466 રૂપિયાના, અને તેમની લાઈફ ઇંશ્યોરન્સ પોલિસીમાં રોકાણ 1,90,347 રૂપિયાનું છે. વડાપ્રધાન મોદી પાસે 4 સોનાં વીંટી છે, જેમની કિંમત 1,13,800 રૂપિયા છે. તેમની પાસે ખેતી લાયક કે કોઈ જમીન નથી અને તેઓ કોઈ પણ પ્રકારની કોમર્શિયલ સંપત્તિ નથી ધરાવતા. વડાપ્રધાનનું ગાંધીનગરમાં એક મકાન છે,જેની હાલની કિંમત 1,10,00,000 રૂપિયા છે.

Image Source

કોઈ પણ સરકારી વિભાગમાં તેમની કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ બાકી નથી. તેમની આવકના સ્ત્રોત તેમનો સરકારી પગાર અને બેંકના વ્યાજ છે. તેમના હાથ પર અત્યારે 38,750 રૂપિયા છે અને 20,000 રૂપિયાના બોન્ડ્સ પણ છે. તેમની ચલ સંપત્તિ 1,41,36,119 રૂપિયાની છે.

વડાપ્રધાન મોદીએ જમા કરાવેલી એફિડેવિટમાં અભ્યાસની માહિતી મુજબ, તેમને ગુજરાત બોર્ડથી વર્ષ 1967માં ધોરણ 12 પાસ કર્યું છે, દિલ્હી યુનિવર્સીટી, દિલ્હીથી વર્ષ 1978માં બેચલર ઓફ આર્ટ્સ અને વર્ષ 1983માં ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદથી માસ્ટર્સ ઓફ આર્ટ્સનો અભ્યાસ કર્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks