ખબર

અમદાવાદ: PM મોદીએ GMDC ગ્રાઉન્ડમાં આદ્યશક્તિની આરતી ઊતારી, જુઓ તસ્વીરો ક્લિક કરીને

મહાત્મા ગાંધીજી દિવસ પર આજે PM મોદી અમદાવાદ છે અને GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં આદ્યશકિતની આરતી ઊતારી હતી. દેશના 20 હજારથી વધુ સરપંચોના મહાસંમેલનમાં મોદી સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કર્યું છે. PM નરેન્દ્ર મોદી આજે એરફોર્સના ખાસ વિમાનથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. મોદીજીએ સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ મહાત્મા ગાંધીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

અહીં તેઓ હ્દયકુંજમાં 30 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો. ત્યાર બાદ હવે તેઓ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા જ્યાં દેશને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડમાં નવરાત્રીમાં માતાજીની આરતી કરી હતી.

GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પહોંચીને પીએમ મોદીએ મા અંબાની આરતી કરી.

મોદીજીએ કહ્યું આજે જે સફળતા મળી છે તે કોઈ વ્યક્તિ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીની નથી પરંતુ 130 કરોડ નાગરિકોના પુરુષાર્થથી મળી છે. સમાજના વરિષ્ઠ લોકોએ હંમેશા માર્ગદર્શન કર્યુ તેનાથી મળી છે. ભારતના મીડિયાએ પણ ઘણી પોઝિટવ મદદ કરી. આજે હું આ બધાનો આભાર માનું છું. આ શબ્દોની સાથે મારી વાત સમાપ્ત કરું છુઃ

Prime Minister Narendra Modi in Ahmedabad: Today whole world is appreciating and awarding us. Providing toilets to more than 60 crore people in 60 months, building more than 11 crore toilets, whole world is amazed by this. #SwachhBharat