ખબર

સુષ્મા સ્વરાજના નિધનથી PM મોદી થયા ભાવુક, ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ- જુઓ તસ્વીરો ક્લિક કરીને

67 વર્ષની ઉંમરમાં દેશના પૂર્વ  વિદેશ મંત્રી અને લોકપ્રિય નેતા સુષ્મા સ્વરાજે આ દુનિયા છોડી દીધી હતી. સુષ્મા સ્વરાજનું મંગળવારે રાતે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. સુષ્મા સ્વરાજે એઇમ્સમાં છેલ્લા શ્વાસ લીધા હતા. સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર મળતા જ આખો દેશ શોકમાં ડૂબી ગયો હતો.

દેશના નેતાઓથી લઈને વિદેશના નેતાઓ પણ તેના મોતને લઈને દુઃખ વ્યક્ત કર્યું  હતું. વડાપ્રધાન મોદીએ  પણ સુષ્મા સ્વરાજના નિધન પર ટ્વીટ કરી કહ્યું હતું કે, ‘ ભારતીય રાજનીતિનો એક મહાન અધ્યાય ખતમ થઇ ગયો. દેશે તેના એક અસાધારણ નેતાના નિધનના શોકમાં ડૂબ્યો છે, જેને લોકોની સેવા, ગરિબોને સારી જિંદગી જીવવા મળે તે માટે જીવન સમર્પિત કરી દીધું હતું. સુષ્મા સ્વરાજ કરોડો લોકો માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા હતા. તે અદભુત વક્તા અને સાંસદ હતા. તેને બધી પાર્ટીઓ તરફથી સન્માન મળ્યું હતું. ભાજપને વિચારધારા અને હિતના મામલામાં ક્યારે પણ સમજૌતા નથી કર્યું. પાર્ટીના વિકાસમાં એનું  મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

વડાપ્રધાન મોદી બુધવારે સવારે પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા તેના ઘરે પહોંચ્યા હતા. શ્રદ્ધાંજલિ દેતી વખતે પીએમ મોદી ભાવુક થઇ ગયા હતા. એક એજન્સીના વિડીયોમાં જોઈ શકાય છે કે, પીએમ મોદી સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલને સાંત્વના આપી રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીની આંખો ભીંજાય જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks